ચીનનો ત્રણ બાજુથી ભારતને ઘેરાવઃ ડોકલામમાં ૨૫ ટેન્ટ ઊભા કરી દીધા

નવી દિલ્હી, ગુરુવાર
ચીન પોતાની હરકતો બંધ કરતું નથી. ડોકલામમાં ચીને ફરીવાર બાંધકામ શરૂ કર્યું છે. ટીવી ન્યૂઝ ચેનલ આજતકને મળેલી એક ગુપ્ત જાણકારી અને અહેવાલ અનુસાર ચીને ડોકલામમાં ૨૫ ટેન્ટ ઊભાં કરી દીધાં છે. ચીન ત્રણ બાજુથી ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે.

એક બાજુ પાકિસ્તાન, બીજી બાજુ ચીન અને દક્ષિણમાં માલદીવ એમ ત્રણેય બાજુથી ભારતને ઘેરાવ કરવાની પેરવીમાં ચીન આગળ વધી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જેમ પાકિસ્તાનની પડખે અને પાછળ ઊભું છે તેમ માલદીવની કથળેલી સ્થિતિ અને રાજકીય સંકટ પર પણ ચીન મીટ માંડીને બેઠું છે.

ગુપ્તચર અહેવાલ અનુસાર ડોકલામમાં ચીનના ઈરાદા સારા જણાતા નથી. એક મહત્ત્વની ઈન્ટેલિજન્સ એજન્સીનો ગુપ્તચર અહેવાલ ચોંકાવનારો અને ચિંતાજનક છે. ગુપ્તચર અહેવાલમાં જણાવાયું છે કે ચીને ડોકલામમાં ફરીથી બાંધકામ શરૂ કરી દીધું છે.
ગુપ્તચર રિપોર્ટ અનુસાર ઉત્તરીય ડોકલામની સાથે પશ્ચિમ ડોકલામમાં પણ ચીન દ્વારા બાંધકામ જારી છે.

ચીને અહીં નાના મોટા ૨૫ સ્ટેન્ડ લગાવી દીધા છે. ચીન અહીં પોતાના સૈનિકોને એકત્ર કરી રહ્યું છે. ભારે બખ્તરબંધ ગાડીઓની અવરજવર માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સિંચા લા તરફથી આવતી સડકને ચીન મજબૂત કરી રહ્યું છે.

ચીને સીંચા લા અને ડોકલામની આજુબાજુ કેટલાય ઓબ્ઝર્વેશન ટાવર ઊભા કરી દીધા છે. ઈન્ટેલિજન્સ િરપોર્ટ અનુસાર ભારતીય એજન્સીઓએ આ ટાવર પર ચીનના ધ્વજ પણ લગાવી દીધા છે. આ મામલો એટલા માટે વધુ ગંભીર છે કારણકે ચીન હવે જમીનથી હવા સુધીની તૈયારીઓ ડોકલામમાં કરી રહ્યું છે.

ચીને ઉત્તરીય ડોકલામમાં પોતાના વાયુ દળને સક્રિય કરી દીધું છે. આસામ તરફના વિસ્તારોમાં ચીને સેના અને અન્ય પુરવઠો વધારી દીધો છે. ઉનાળા પહેલા તિબેટના તમામ વ્યૂહાત્મક વિસ્તારોમાં ચીન પોતાની સેનાઓ તહેનાત કરવામાં લાગી ગયું છે. એવી શંકા છે કે ચીન ભારતને ૨૦૧૮માં માર્ચ-એપ્રિલથી પરેશાન કરવા માટે સંપૂર્ણ પ્લાન તૈયાર કરી રહ્યું છે. તિબેટમાં પણ ચીને
માત્ર ત્રણ અઠવાડિયામાં ૪૭થી ૫૧ જેટલા ફાઈટર વિમાનો તહેનાત કરી દીધા છે.

You might also like