નીતીશ સરકાર માત્ર દેશી દારૂ પર પ્રતિબંધ મૂકે તેવા નિર્દેશો

પટણા: બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે ભલે આગામી વર્ષે ૧લી એપ્રિલથી રાજયમાં સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ કરવાની વાત કરી હોય, પરંતુ મહેસૂલ અધિકારીઓનું કહેવું છે કે આ પ્રતિબંધ દેશી દારૂ પૂરતો જ સીમીત રહેશે. મહેસૂલ વિભાગના અધિકારી આ માટે રૂ. ૫૫૦૦ કરોડની ખોટની દલીલ કરી રહ્યા છે. મહેસૂલ વિભાગનું સૂચન છે. માત્ર દેશી દારૂ પર જ પ્રતિબંધ મૂકવામાં આવે.વિદેશી દારૂ બનાવતી દેશની એક મોટી કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે તેમનું પણ માનવું છે કે બિહારમાં સંપર્ણપણે દારૂ બંધી લાગુ નહીં પડે.

આ માટે તેમણે મુખ્યપ્રધાન નીતીશકુમારનાં ૨૬ નવેમ્બરનાં નિવેદનને ટાંકયું છે. નીતીશકુમારે જણાવ્યું છે કે સાધન સંપન્ન લોકોને દારૂ થી થતા નુકસાનની ખબર હોય છે, પરંતુ નબળા વર્ગના લોકો તેના નુકસાનથી અજાણ હોય છે અને ઘણી વાર નશામાં હિંસક બની જાય છે.એક અધિકારીનું કહેવું છે કે નીતીશકુમારે ઈરાદાપૂર્વક આવી ટિપ્પણી કરીહતી. જેનાથી આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરી શકાય. મહેસૂલ અને એકસાઈઝ વિભાગના એક અધિકારીએ નામ નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે પહેલા દેશી દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ત્યાર બાદ આર્થિક સમીક્ષા કર્યા પછી વિદેશી દારૂ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરવામાં આવશે.

You might also like