શું ‘બાહુબલી’ 2000 કરોડની કમાણી કરનાર વિશ્વની પ્રથમ ભારતીય ફિલ્મ બનશે…!

 

હોલીવુડની ફિલ્મોની જેમ, ભારતીય ફિલ્મ 2000 મિલિયન ક્લબમાં જોડાવા જઇ રહી છે. ખરેખર પ્રભાસ અભિનિત બાહુબલી-2 ને ચાઇનામાં રીલીઝ થવા પર લીલી ઝંડી મળી ગઇ છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મ વિશ્વભરમાં 2000 મિલિયનની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ સાબિત થશે.

આ ફિલ્મ અત્યાર સુધીમાં 1715 કરોડની કમાણી કરી ચુકી છે. બાહુબલી 2ને લાંબા સમયથી ચીન તરફથી પ્રમાણપત્રની મળવાની રાહ હતી. ચીનના સેન્સર બોર્ડ દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફિલ્મ મેકર્સ મોટા પાયે ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગત દિવસોમાં ચીનમાં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ દંગલ, સીક્રેટ સુપરસ્ટારને મળેલી સફળતા બાદ મેકર્સને આ વાતની પુરી આશા છે કે આ ફિલ્મ કમાણીના નવા કિર્તીમાન સ્થાપશે.

બાહુબલીએ રેકોર્ડ બનાવ્યો
ફિલ્મની સારી કમાણીનું અનુમાન એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ચીનમાં બાહુબલીના પ્રથમ ભાગની ઘણી પ્રશંસા કરી હતી. બાહુબલીના પ્રથમ ભાગને ચીનમાં 6000 સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી. બાહુબલીએ ચાઈના બોક્સ ઓફિસ પર આમિર ખાનની ફિલ્મ દંગલની બરાબર કમાણી કરી હતી. આ કિસ્સામાં આ ફિલ્મની પ્રસિદ્ધિ પહેલાથી થઈ ગઈ છે.

દંગલને પાછળ રાખશે બાહુબલી-2
અત્યાર સુધી રૂ. 1900 કરોડની કમાણી કરનાર આમિર ખાનની દંગલને દેશની સૌથી મોટી ફિલ્મ ગણવામાં આવે છે. ચાઇનામાં રિલીઝ પહેલાં બાહુબલી-2એ 1715 કમાણી કરી છે. આવી પરિસ્થિતિમાં ચાઇનાથી ઓછામાં ઓછા 300 કરોડની કમાણી કર્યા પછી, તે ફિલ્મ દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે. બાહુબલી 2 ની કમાણી 2000 સુધી પહોંચશે ત્યારે ચાઇનામાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મનો રેકોર્ડ પણ બનાવશે.

You might also like