શ્રીદેવીના નિધન બાદ બદલાયો અર્જૂન કપૂર, શુ હવે પરિવાર સાથે રહેશે?

શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર અને અંશુલા કપૂર તેના પિતા બોની કપૂરના અને સાવકી બહેન જાહન્વી અને ખુશીની નજીક જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. 6 માર્ચના રોજ જહાન્વીના જન્મદિવસ પર અંશુલા અને ખુશી સાથે પણ જોવા મળ્યો હતો. હવે મળી રહેલા ફિલ્મી અહેવાલ મુજબ અર્જુન કપૂર તેના પિતા બોની કપૂરના ઘરે શિફ્ટ થવા જઇ રહ્યો છે.

ફિલ્મી ગોસીપના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ અભિનેતા અર્જૂન કપૂર હવે પોતાના પિતા બોની કપૂર સાથે રહેવા જવાનું વિચારી રહ્યો છે. અત્યાર સુધી અર્જૂન કપૂર અને અંશુલા અલગ રહેતા હતા પરંતુ હવે અર્જુન કપૂરને લાગી રહ્યું છે તેના પિતા બોની કપૂર તેમજ જહાન્વી-ખુશીને તેની જરૂરિયાત છે. જેમ તે અંશુલા માટે પ્રોટેક્ટિવ છે તેવી જ રીતે જહાન્વી અને ખુશી માટે પણ તેવું લાગી રહ્યું છે.

શ્રીદેવીના નિધન બાદ સમાચાર આવ્યા ત્યારે અર્જૂન કપૂર અમૃતસરમાં નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. શ્રીદેવીના નિધનના સમાચાર મળતાં જ તે મુંબઇ રવાના થઇ ગયો હતો અને તરત પોતાના કાકા અનિલ કપૂરના ઘરે પહોંચ્યો હતો જ્યાં ખુશી અને જહાન્વી હતા. શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ લાવવા માટે પિતા બોની કપૂર સાથે દુબઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે શ્રીદેવી જીવિત હતી ત્યારે અર્જૂન-અંશુલા અને જહાન્વી-ખુશી વચ્ચે કોઇપણ પ્રકારનો વ્યવહાર હતો નહીં.

You might also like