આટલી મોટી જીત બાદ પણ મોદીના ચહેરા પર કોઇ ખુશી નહીં: માયાવતી

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં EVM માં કથિત ગોટાળાને લઇને ઘમાસણ મચ્યું છે. આ સમસ્યાને લઇને બીએસપી સુપ્રીમો માયાવતીએ ફરીથી એક વખત ભાજપ પર વિફરી છે. હવે એમણે EVM કેસને કોર્ટમાં લઇ જવાની વાત કહી છે. એમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મોદીની જીત ઇમાનદારીની જીત નથી. આ બેઇમાની અને લોકતંત્રની હત્યાની જીત છે.

એમણે કહ્યું કે ભાજપની આટલી મોટી જીચ બાદ પણ મોદીના ચહેરા પર ખુશી જોવા મળી રહી નથી. 325 સીટ જીત્યા બાદ પણ એમના મોઢા પરથી રોનક ગૂમ થઇ ગઇ છે, જે દર્શાવે છે કે આ બેઇમાની જીત છે. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે આ લોકો 2019 સુદી આરક્ષણને કંઇ પણ કરશે નહીં, પરંતુ 2019માં સત્તામાં આવશે તો આરક્ષણને ખતમ કરી દેશે. એમણે કહ્યું કે ભાજપ લોકોનું મગજ બદલવા ઇચ્છે છે.

આ પહેલો મોકો નથી, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ EVM પર પ્રશ્નો ઉઠાવ્યા છે. યૂપી વિધાનસભા ચૂંઠણીના પરિણામ આવવા અને ભાજપના ઐતિહાસિક જીત બાદ પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ EVM માં ગોટાળાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી, સપા અને કોંગ્રેસએ પણ EVM માં ગોટાળો હોવાનો આરોપ લગાવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like