ટ્રમ્પ ઇફેક્ટ: શું હવે Apple iPhone અમેરિકામાં જ બનાવશે?

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી તેમણે ‘મેડ ઇન અમેરિકા’ના સૂત્રને ઘણું જ ગંભીર રીતે લેવા માંડ્યું છે. જો એપ્પલ કંપનીની વાત કરીએ તો શું તે ચાઇનામાં પોતાના આઇફોનનું ઉત્પાદન બંધ કરીને અમેરિકામાં શરૂ કરશે? અને એ કેટલું વાજબી છે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ચુંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે તે એપ્પલને અમેરિકાની ભૂમિ પર જ ફોનનું ઉત્પાદન કરવા માટે દબાણ કરશે.

જોકે, બીજી એક કંપનીએ પણ નવા શાસનના દબાણમાં આવીને અમેરિકામાં જ રોકાણ કરવા અને નોકરીની નવી તકો ઊભી કરવા માટે હા પાડી દીધી હતી, જેના કરણે એપ્પલ કંપની દબાણમાં આવી ગઈ છે.

You might also like