… તો શું 17 ફેબ્રૂઆરીના ખતમ થઈ જશે દુનિયા! જાણો હકીકત

આપણી પૃથ્વીના વિનાશને લગતી ઘણી ખબરો આપણા સાંભળવામાં આવે છે. આ ક્રમમાં ફરી એક વાર એવું કંઈક સંભળાઈ રહ્યું છે. આ ખબર પ્રમાણે આવતી 17મી ફેબ્રૂઆરીના દુનિયાનો નાશ થઈ જશે એવી આગાહી કરવામાં આવી છે.

એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે નિબિરુ નામના ગ્રહથી આમ થવાનું છે, જે સૈકાઓ પહેલાં નષ્ટ થઈ ચૂક્યો છે. હવે તેના અવશેષોની એક મોટી ઉલ્કા પૃથ્વી સાથે અથડાઈ શકે છે.

મિસ્ટીરિયસ યૂનિવર્સ નામની એક વેબેસાઇટના જણાવ્યા પ્રમાણે આ ઉલ્કા ઝડપથી ધરતી તરફ ધસી રહી છે અને તબાહી મચાવી શકે છે. જોકે, એના વિશે વૈજ્ઞાનિકો પાસે વધુ કોઈ પુરાવાઓ નથી, પરંતું એવી અટકળો વહેતી થવા લાગે છે.

અંતરિક્ષ મામલાઓના નિષ્ણાત ડયોમિન ડેમિર ઝખરોવિચ કહે છે કે આ નિબિરુ ઉલ્કા ગયા ઓક્ટોબરમાં સૂર્ય ફરતે ફરી રહી હતી જે હવે ત્યાંથી નીકળી ચૂકી છે.

નાસાને આ વાતની ખબર છે પરંતુ તેઓએ આ સત્ય છૂપાવી રાખ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે. ઝખરોવિચ પ્રમાણે આ ઉલ્કા પૃથ્વીથી અઢી કિલોમીટરના અંતરથી જો પસાર થશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

પરંતુ જો પૃથ્વીના ક્ષેત્રમાં આવશે તો સંજોગો બેકાબૂ બની જઈ શકે છે. પરિણામ ભંયકર સાબિત થઈ શકે છે, સુનામી અને મોટો ધરતીકંપો થઈ શકે છે. એના કારણે અનેક શહેરો તબાહ થઈ શકે છે.

જોકે, નાસાએ એવી કોઈ સંભાવનાથી ઇન્કાર કરી દીધો છે. પાંચ વર્ષ પહેલા નાસાએ કહ્યું હતું કે આ બધુ માત્ર અફવાઓ છે. એનું હકીકત સાથે કોઈ લેવા દેવા નથી.

પણ શું સાચે એક દિવસ આપણી પૃથ્વીનો અંત થશે?
તમને જાણીને આશ્ચર્ય થશે કે બાઇબલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ‘આ પૃથ્વીને નાશ થવા માટે નહિ, પણ હંમેશાં માટે વસવા બનાવી છે.’ બાઇબલમાં એમ પણ લખવામાં આવ્યું છે કે “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) આ પ્રમાણે આ પૃથ્વીનો નાશ નહિ થાય.

જાણો શાનો અંત થશે
બાઇબલનું માનીઓ તો આ ધરતીનો નહિ પણ ધરતી પર રહેતા દુષ્ટ લોકોનો નાશ થશે. બાઇબલની એક કલમ પ્રમાણે ‘દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવા ઈશ્વર પર ભરોસો રાખનારાઓ પૃથ્વીનું વતન પામશે. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) આ કલમ પ્રમાણે દુનિયાના અંત સમયે દુષ્ટ લોકોનો નાશ થશે અને નમ્ર લોકોનો બચાવ થશે.

દુનિયાનો અંત કેટલો નજીક છે અને કોણ બચશે?
બાઇબલમાં દુનિયાના અંત વિશે ભવિષ્યવાણી આપવામાં આવી છે. જે બતાવે છે કે આ દુનિયાનો અંત ખૂબ જ નજીક છે. બાઇબલમાં માથ્થી ૨૪:૩-૧૪ અને ૨ તીમોથી ૩:૧-૫ની કલમમાં આ ભવિષ્યવાણી વિશે જણાવવામાં આવ્યું છે.

ખરું કે દુનિયાના અંતની તારીખ કોઈને ખબર નથી અને બાઇબલમાં અંતના સમય વિશે નિશાનીઓ આપવામાં આવી છે. એમાં જણાવ્યું છે કે યુદ્ધો, દુકાળો, ધરતીકંપો અને જીવલેણ રોગો આખી દુનિયામાં ઠેર ઠેર જોવા મળશે. ગુના અને હિંસા વધી જશે. લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી અને ઈશ્વરને બદલે આનંદપ્રમોદમાં રાચ્યા કરશે. આ સાથે એમ જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાવવામાં આવશે. પ્રભુ ઈસુ ધરતી પર હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ બધી નિશાનીઓ તમે જુઓ ત્યારે જાણજો કે દુનિયાનો અંત પાસે છે. આ બનાવો આજે બની રહ્યા છે જે બતાવે છે કે આપણે બધા જ અંતના સમયમાં જીવીએ છીએ.

જલદી જ આ ધરતી પરથી બધી જ બૂરાઈનો અંત આવશે. આજે લોકો કોઈનું માનતા નથી અને દુષ્ટ કામો કરવાનું ચાલુ રાખે છે. તેઓ છટકી શકશે નહિ, તેઓનો પણ ચોક્કસ અંત આવશે. બાઇબલમાં જણાવવામાં આવ્યું છે કે જલદી જ યહોવા ઈશ્વર ઈસુ અને તેમના સ્વર્ગદૂતોને મોકલીને, આ દુનિયા પરથી દુષ્ટતા દૂર કરશે. પરંતુ જેઓ નમ્ર છે તેઓનો ઈશ્વર બચાવ કરશે.-૨ થેસ્સલોનિકી ૧:૬-૯.

You might also like