થાઇલેન્ડના બૌદ્ધ મંદિરમાં રેડ, ફ્રીજરમાંથી મળી આવ્યા 40 બચ્ચાં

બેંકોક: થાઇ અધિકારીઓને બુધવારે એક વિવાદાસ્પદ મંદિરમાં વાધના 40 બચ્ચાંના મૃતદેહો પ્રાપ્ત કર્યા છે. આ વિવાદાસ્પદ મંદિરમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે વાધોને રાખવામાં આવે છે. સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર ઓનલાઇન પોર્ટલ ખાઓ સોડ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો અનુસાર આ બચ્ચાંઓનું મોત હાલમાં થયું હોવાનું જાણવા મળે છે, જેમને થાઇલેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ પાર્ક, વાઇલ્ડલાઇફ એન્ડ પ્લાન્ટ કંઝર્વેશનની ટુકડીએ બુધવારે સવારે કેટલાક અન્ય સંરક્ષિત પ્રજાતિઓના કંકાલની સાથે પ્રાપ્ત કરી.

અધિકારીઓએ મંગળવારે એક અભિયાન ચલાવીને ફા લૂઆંક તા બુઆ યાનાસમપાન મંદિરમાંથી 147 વાધોને મુક્ત કરાવ્યા હતા. આ મંદિર કાંચાનાબુરી પ્રાંતમાં આવેલું છે. તેને વાઘ મંદિરના નામેથી ઓળખવામાં આવે છે. મંદિરના મેનેજમેન્ટ અધિકારીઓએ મદદ કરવાની મનાઇ કરી દીધી હતી. જેના લીધે કાર્યવાહીમાં ઘણા દિવસો લાગી શકે છે.

ખાઓ સોડના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી અધિકારીઓએ 40 વાધો (સોમવારે 7 અને મંગળવારે 33)ને બચાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ મંદિરને 7 વાધોની સાથે 2001માં ખોલવામાં આવ્યું હતું. અહીં પર્યટકોને વાધો અને અન્ય જાનવરોની નજીકથી જોવાનો અને તેની સાથે ફોટો પડવાની તક મળે છે, જેની પશુ અધિકારી સંગઠન આકરી ટીકા કરી રહ્યાં હતા.

આ સંગઠનોનું કહેવું હતં કે જ્યારે આ વાધોને પર્યટકોની પાસે લાવવામાં આવે છે તો તેમને બેહોશીનું ઇન્જેકશ લગાવવામાં આવે છે. સાથે જ આ મંદિરની આડમાં અવૈધ પશુ તસ્કરીને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ હતો. આ દરમિયાન આ મંદિરમાંથી વાધોને છોડવવા અને અન્ય જાનવરોના હાડપિંજર મળી આવતાં પશુ સંગઠનોના આરોપોની સચ્ચાઇ સામે આવી છે.

તો બીજી તરફ મંદિરના વહિવટીતંત્રએ પશુઓની સાથે અત્યાચાર અને તસ્કરીના આરોપોને નકારી કાઢ્યા છે. મંદિરમાંથી છોડાવવામાં આવેલા વાધોને દેશના વિભિન્ન વિશિષ્ટ પશુ કેન્દ્રોમાં લઇ જવામાં આવ્યા છે.

You might also like