પત્નીને અાત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પીએસઅાઈની મોડી રાતે ધરપકડ

અમદાવાદ: હિંમતનગરના માહાવીર નગર ખાતે રહેતા અને મહેસાણા જિલ્લામાં વસઈ પોલીસ સ્ટેશન ખાતે પીએસઅાઈ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ નાયકની ગઈ મોડી રાતે પત્નીને અાપઘાત કરવા માટે દુષ્પ્રેરણા અાપવાના ગુના સબબ ધરપકડ કરવામાં અાવી છે.

અા અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મહાવીરનગર ખાતે રહેતા અને વસઈ ખાતે પીએસઅાઈ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ નાયકનાં પત્ની ગીતાબહેન જે ઈલોલની અાશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં.તે ગઈ કાલે પીએસઅાઈ નાયકનો ફોન સતત બીઝી અાવતો હોઇ તેની પત્ની ગીતાબહેન ફોન કરીને કંટાળી ગયાં હતાં. પીએસઅાઈ નાયકને અન્ય સ્ત્રી સાથે અાડા સંબંધ હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. ગઈ કાલે ફરી અા પતિ-પત્ની વચ્ચે ફોન પર ઝઘડો થયો હતો. પીએસઅાઈ નાયકે તેમની પત્નીને ફોન પર જ સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ગીતાબહેને ફોન નાની પુત્રી ગટુના હાથમાં અાપી દીધો હતો અને ગટુએ જ તેના પપ્પાને કહ્યું કે મમ્મીએ ગોળી મારી અાત્મહત્યા કરી છે.

અા અંગે પીએસઅાઈ ચંદ્રેશ નાયકના સાળાએ મહેસાણા પોલીસ સ્ટેશન બી-ડિવિઝનમાં પોતાની બહેનને અાપઘાત કરવાની દુષ્પ્રેરણા અાપવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે રાતે પીએસઅાઈ નાયકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like