રબારીકોલોનીમાં પતિએ પત્નીની કરી હત્યા, આપઘાત કરવાનું કહી થઈ ગયો ફરાર

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટના બની છે. રબારી કોલોનીના ભવાનીનગર ટેકરા પાસે સુનિલ રાજપૂત નામના વ્યક્તિએ પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.

જાણવા મળી રહ્યું છે કે પતિ પત્ની નજીવી અને અંગત બાબત પર ઝઘડી પડ્યા હતા. બાદમાં એકબીજાનું ગળુ દબાવ્યું હતું. જેમાં પતિએ પત્નીનું ગળુ દબાવતાં પત્નીનો પ્રાણ છુટી ગયો હતો. હત્યા બાદ પતિએ તેના ભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેણે ભાઈને ફોનમાં એવું કહ્યું હતું કે, હવે તે પોતે પણ રેલવેના ટ્રેક પર આપઘાત કરવા જાય છે.

હાલમાં પણ પતિ ફરાર છે અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવદમાં દિવસે ને દિવસે પારિવારીક ગુનાઓ વધતા જઈ રહ્યા છે તેમાં રબારીકોલોનીમાં પણ પતિએ પત્નીની કરેલી હત્યાની ઘટના ઉજાગર થઈ છે.

રવિવારની સાંજે પતિ પત્ની વચ્ચે અંગત બાબતમાં ઝઘડો થતાં ખૂની ખેલ રમાયો હતો. ઝઘડા બાદ પતિ સુનિલ રાજપૂત દ્વારા 21 વર્ષીય પત્ની નિશા રાજપૂતનું ગળું દબાવીને હત્યા કરતાં પતિ પરમેશ્વરના રૂપ પર કલંક લાગ્યો છે.

You might also like