પ્રથમ પત્નીનો અાપઘાત, બીજીની હત્યા, પ્રેમિકા અપહરણમાં ભાગીદાર

અમદાવાદ: બહુચર્ચિત પાટણની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસરના અપહરણ કેસ અંગે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થવા પામ્યા છે.સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કારોલ ગામની સીમમાંથી એક વર્ષ પૂર્વે અર્ધબળેલી હાલતમાં હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશ અપહરણ કેસના મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલની પત્નીની હોવાનું ખૂલ્યું છે. મહેસાણાની ભાવિકા ઉર્ફે લાલી કલ્પેશ પટેલની પત્ની હતી. પ્રાંતિજ પોલીસે સોમવારે મહેસાણા પહોંચી યુવતીની માતાને તસવીરો બતાવી ઓળખ કરી હતી.ઉપરાંત કલ્પેશ પટેલની અન્ય એક પત્ની અમી પટેલ પણ હતી. જેને વર્ષ ૨૦૧૨માં ગાંધીનગર સચિવાલયના પાર્કિંગમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

પાટણની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉકટરના બહુચર્ચિત અપહરણ કેસમાં ઝડપાયેલા કલ્પેશ પટેલની પત્ની ભાવિકા ઉર્ફે લાલીની પ્રાંતિજના કારોલ ગામની સીમમાંથી એક વર્ષ પહેલા મહિના પૂર્વે અર્ધબળેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાનું ખૂલતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પૂર્વે લાલીની માતાએ કલ્પેશે તેમની પુત્રીની હત્યા કર્યાનો આક્ષેપ કરતાં પ્રાંતિજ પોલીસે બતાવેલી તસ્વીરોના આધારે તેમણે પુત્રીની ઓળખ કરી હતી. મહેસાણામાં ગાયત્રી મંદિર પાસે આવેલી સોનલ સોસાયટીમાં રહેતાં 65 વર્ષનાં મંગુબાએ એક વર્ષ પૂર્વે કલ્પેશ પટેલ તેમની પુત્રી ભાવિકા ઉર્ફે ભાવિની ઉર્ફે લાલીને પોતાના ઘરેથી બળજબરીપૂર્વક લઇ ગયાનો આક્ષેપ કરતી રજૂઆત શનિવારે પોલીસ સમક્ષ કરી હતી.

એક વર્ષ પૂર્વે બળજબરીપૂર્વક ઘરેથી લઇ ગયેલ પુત્રી લાલીની કલ્પેશે હત્યા કરી હોવાનો તેની માતા મંગુબાએ કરેલા આક્ષેપને પગલે પોલીસે આ માર્ગે તપાસનો દોર લંબાવ્યો હતો. જેમાં ગત 21 ઓગસ્ટ, 2015ના સાંજે પ્રાંતિજના કારોલ ગામની સીમમાંથી પેટના ભાગે છરાના અસંખ્ય ઘા મારી હત્યા બાદ અર્ધ સળગાવેલી હાલતમાં મળેલી લાશ લાલીની હોવાની આશંકા વચ્ચે સોમવારે પ્રાંતિજ પોલીસ મહેસાણા આવી હતી.સ્થાનિક પોલીસની મદદથી લાલીના ઘરે પહોંચેલી પોલીસે લાશની તસવીરો બતાવતાં જ મંગુબાએ મૃતક યુવતી તેમની પુત્રી જ હોવાની ઓળખ કરી હતી.

લાલી અને કલ્પેશે હાથમાં બી.કે લખેલું ટેટુ ચીતરાવ્યું હતું.જે લાશના જમણા હાથમાં જોવા મળતા લાલી નો ચેહરો પણ મળી આવતો હોઈ લાશ લાલીની જ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આ હત્યામાં કલ્પેશની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસમાં કલ્પેશ પટેલના મહેસાણા સ્થિત ઘરમાં અનેક યુવતીઓની અવરજવર હોવાનું બહાર આવ્યું છે.પોલીસે કલ્પેશને સાથે રાખીને મહેસાણા આવી અપહરણથી લઇ ઘરમાં ગોંધી રાખવા સુધીનું રિકંન્સ્ટ્રક્શન કર્યું હતું.જો કે કલ્પેશ બીમારીનું કારણ આગળ ધરી પોલીસ તપાસમાં સહકાર ન આપી રહ્યાનું જાણવા મળ્યું છે.

પાટણની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉકટરના બહુચર્ચિત અપહરણ કેસમાં ઝડપાયેલા કલ્પેશ પ્રહલાદભાઇ પટેલે વર્ષ ૨૦૦૬માં અમી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે, અમીએ લગ્નના ટૂંકા ગાળામાં જ કલ્પેશને છુટાછેડા આપી દીધા હતા. બાદમાં પિયરમાં રહેતી અમીએ અગાઉ તેના લગ્નના મામલે પરિવાર દ્વારા અપાતા ત્રાસ બાબતે મહેસાણા તાલુકા તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. અમીએ તેનાં મા-બાપ સહિતની વિરુદ્ધમાં કરેલા આક્ષેપો બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ સમય દરમિયાન અમી પુન: તેના પૂર્વ પતિ કલ્પેશ સાથે રહેવા ચાલી ગઇ હતી. આથી અમીનો પરિવાર પણ મહેસાણામાં ભાડાનું મકાન રાખી રહેવા આવી ગયો હતો. અમીએ તેના પરિવાર દ્વારા અવારનવાર લગ્નના મુદ્દે માનસિક અને શારીરિક ત્રાસ આપતાે હોઇ આખરે તેણીએ વર્ષ 2012માં ગાંધીનગર સચિવાલયમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી ગંભીર હાલતમાં તેણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું .અમીના પતિ કલ્પેશ પટેલે આપેલી ફરિયાદને આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસે અમીની માતા પ્રેમીલાબહેન કાન્તીભાઇ પટેલ, પિતા કાન્તીભાઇ બબલદાસ પટેલ, ભાઇ રવિભાઇ કાન્તીભાઇ પટેલ, મામા નીતિનભાઇ પટેલ અને દાદા ઇશ્વરભાઇ પટેલની વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવા બાબતે ગુનો નોંધ્યો હતો.

કલ્પેશ પટેલે પ્રેમલગ્ન કર્યા પછી યુવતીના પરિવારના ત્રાસથી બચવા પોલીસની મદદ માગ્યા પછી શરૂ થયેલી હેરાનગતિના મામલે મુખ્યપ્રધાનના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી ન્યાય અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવાની અને જો મુખ્યપ્રધાન કોઇ નિર્ણય નહીં લે તો અન્ન જળ છોડી દઇ સચિવાલયમાં જ પ્રાણ ત્યાગ કરવાની ચીમકી અાપી હતી. તેણે પોતાનું એન્કાઉન્ટર થશે તેવી પણ ભીતિ વ્યક્ત કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી કલ્પેશ પટેલ મૂળ પશ્ચિમ બંગાળની યુવતી મારિયાને લાવીને તેની સાથે નિકાહ કર્યા હતા. કલ્પેશના ફોનમાંથી પોલીસને અનેક યુવતીઓના ફોટા તેમજ અનેક નંબર પણ મળી આવ્યા છે,જેથી બહારના રાજ્યમાં અને ગુજરાતમાં રહેતી સેક્સવર્કર સાથે કોન્ટેકમાં રહી અને દલાલી કરતો હોવાની પોલીસને શંકા છે.હાલમાં પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

You might also like