પત્નીએ નિદ્રાધીન પતિનું કાસળ કાઢી નાખ્યું

અમદાવાદ: હિંમતનગર નજીક માલપુર તાલુકાના એક ગામમાં પત્નીએ નિદ્રાધીન પતિ પર હુમલો કરી તેનું મોત નિપજાવતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી મહિલાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

હિંમતનગરના માલપુર તાલુકાના અાકલિયા ગામે રહેતા ભાયાભાઈ કાળુભાઈ મસાર રાતના બે વાગ્યે ભરઊંઘમાં હતા ત્યારે તેમની પત્ની લક્ષ્મીબહેને ભાયાભાઈ પર ખાટલાના પાયાથી હુમલો કરી માથાના ભાગે ફટકો મારતાં ભાયાભાઈનું મોત થયું હતું. દરમિયાનમાં બાળકો જાગી જતાં બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી.

બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતાં અા પતિ-પત્ની વચ્ચે થોડા દિવસ અગાઉ ઈલે‌િક્ટ્રક મોટર બાબતે ઝઘડો થયો હોઇ અા રીશ રાખી લક્ષ્મીબહેને તેમના પતિ ભાયાભાઈની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like