પત્ની અને સાસુને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જમાઇએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર

અમદાવાદ: રાજકોટના રૈયાધાર રોડ પર આવેલ મફતિયાપરામાં પત્ની અને સાસુને છરીના ઘા ઝીંકી જમાઇએ આત્મહત્યાનો પ્રયાસ કરતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

રાજકોટના રૈયાધાર રોડ પર આવેલ મફતિયાપરામાં રહેતી ઉર્મિલા નામની યુવતીના પોરબંદરના વતની પુનિત ચૌહાણ સાથે ૮ વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઉર્મિલા છેલ્લા ચારેક મહિનાથી રિસામણે આવી પોતાના પિયરમાં રહેતી હતી. પુનિતે ઉર્મિલાને પાછી બોલાવવા માટે અવારનવાર ફોન કર્યા હતા. પરંતુ ઉર્મિલાએ કોઇ જવાબ આપ્યો ન હતો. આથી પુનિત ગઇ કાલે તેની પત્નીને તેડવા મફતિયાપરા ખાતે આવ્યો હતો ત્યારે પુનિતને તેની સાસુ અને પત્ની સાથે જોરદાર ઝઘડો થતાં

ઉશ્કેરાયેલા પુનિતે સાસુ જયાબહેન અને પત્ની ઉર્મિલા પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારબાદ પુનિતે પણ બાજુમાં આવેલા ફિલ્ટરપ્લાન્ટના સંપમાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like