ખાવાનું ન બનાવનાર પત્નીને 6 વર્ષની સજા થશે ?

લાજીયો: એક મહિલાને 6 વર્ષ જેલમાં પસાર કરવા પડી શકે છે કારણ કે તેના પતિએ એવી ફરિયાદ કરી હતી કે તે જમવાનું નથી બનાવતી અને ઘરમાં સફાઇ નથી રાખતી. 40 વર્ષની આ મહિલા પર તેના પરિવાર સાથે ગેરવર્તણૂંક કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મહિલાના પતિએ એવો દાવો કર્યો છે કે તેને ગંદી જગ્યાએ રહેવા માટે મજબુર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેની પત્ની તેના પરિવાર સાથે પાછલા બે વર્ષથી આવો વ્યવહાર કરે છે.

મળેલી જાણકારીને અનુસાર તેના પતિએ કહ્યું હતું કે, તે સતત કરિયાણું ખરીદતો રહ્યો અને ફેંકતો રહ્યો કારણ કે તેની પત્નીએ રસોડામાં જઇને જમવાનું બનાવવાની તકલીફ નહોતી લીધી.

You might also like