પત્ની પિયર ચાલી જતાં પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કર્યા છે.  અા અંગેની વિગત એવી છે કે રામોલ વિસ્તારમાં રિંગરોડ પર અાવેલ અાઈશર ફ્લેટ ખાતે રહેતા અને વટવા જીઅાઈડીસીમાં નોકરી કરતા જિજ્ઞેશ પરીખ નામના યુવાનના લગ્ન ઘાટલોડિયા ખાતે રહેતી શ્રદ્ધા નામની યુવતી સાથે થયાં હતા. અા દંપતી છેલ્લા એક વર્ષથી અલગ રહેતું હતું.

દરમિયાનમાં અગમ્ય કારણસર શ્રદ્ધા પિયર જતી રહેતા લાગણીવશ અા યુવાને પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં અાપઘાત કરનાર યુવાનની પત્ની કોઈ કારણસર તેના પિયર જતી રહી હોઈ લાગણીના અાવેશમાં અાવી ગયેલા અા યુવાને અાત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે અમરાઈવાડી વિસ્તારમાં સુરેલિયા રોડ પર અાવેલ કૈલાશકુંજ સોસાયટીમાં રહેતા વિલાશભાઈ વિરેનભાઈ નામના અાધેડે પણ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. અા ઉપરાંત અમરાઈવાડીમાં હાટકેશ્વર નજીક રઉફની ચાલી પાસે અાવેલી રંજનબીબીની ચાલી ખાતે રહેતા મનોજ રમણભાઈ વાલેશ નામના ૨૮ વર્ષના યુવાને રિવરફ્રન્ટ વેસ્ટ વોક-વે પાસે સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી અાપી હતી. અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like