પત્નીને પતિના પગારની વિગતો જાણવાનો પૂરો હક છેઃ હાઈકોર્ટ

મધ્યપ્રદેશ હાઇકોર્ટે કહ્યું કે પત્નીને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે તેના પતિનો પગાર કેટલો છે. ડબલ બેન્ચે કહ્યું કે પત્નીને ત્રીજો પક્ષ માનીને પતિના પગાર સંબંધિત જાણકારી આપવાનો ઇનકાર ન કરી શકાય. હાઇકોર્ટે સિંગલ બેન્ચનો આ આદેશ રદ કરતાં અરજદાર પત્નીને આરટીઆઇ હેઠળ તેના પતિની પે-‌િસ્લપ આપવાના આદેશ આપ્યો છે.

પત્નીને આરટીઆઈ હેઠળ પતિની પે-સ્લિપ આપવા કોર્ટે આદેશ કર્યો

જિલ્લા ન્યાયાલય અને લોકસૂચના અધિકારીએ પણ આ આવેદનને ફગાવતાં કહ્યું છે કે ન્યાયમૂર્તિ એસ. કે. શેઠ અને ન્યાયમૂર્તિ નંદિતા દુબેની યુગલપીઠે અરજદાર સુનીતા જૈનને આરટીઆઇ હેઠળ પતિની પે-‌િસ્લપ આપવાનાે આદેશ જારી કર્યાે છે. સુનીતાના વકીલ કે. ડી. ધી‌િલ્ડયાલે જણાવ્યું કે યુગલપીઠે મારા અસીલની અપીલની સુનાવણી કરતાં આપેલા આદેશમાં કહ્યું કે અરજદાર પત્ની છે અને તેને એ જાણવાનો અધિકાર છે કે તેના પતિની આવક કેટલી છે. પત્નીને ત્રીજો પક્ષ માનીને પતિના પગાર સંબંધિત જાણકારી આપવાનો ઇનકાર ન કરી શકાય.

વકીલે જણાવ્યું કે મારા અસીલ તરફથી નોંધાયેલી અપીલમાં કહેવાયું હતું કે તેેની અને તેના પતિ પવન જૈન વચ્ચેના લગ્નજીવનમાં તણાવ ચાલી રહ્યો છે. તેના પતિ ઉચ્ચ પદ પર નિયુક્ત છે. પતિ દ્વારા તેને ભરણપોષણ માટે રૂ.૭,૦૦૦ આપવામાં આવે છે, જ્યારે પતિનો પગાર સવા બે લાખ જેટલો છે. ઉલ્લેખનીય છે ભરણપોષણની માગ કરતાં જિલ્લા ન્યાયાલયમાં પતિની પે-‌િસ્લપ માગવા માટે અરજી કરાઇ હતી, જેને જિલ્લા ન્યાયાલય અને લોકસૂચના અધિકારીએ સુનાવણી બાદ ફગાવી દીધી હતી.

You might also like