પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યુંઃ બંનેની ધરપકડ કરાઇ

અમદાવાદ: ગાંધીનગર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી વર્નાકારમાંથી મળી આવેલી યુવાનની લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, બોરીજ ખાતેે રહેતા અને બેંકની કાર ચલાવતા વિપુલ પંડ્યાએ બે વર્ષ પહેલાં તન્નુ અસ્મા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

પરંતુુ થોડા વખતમાં જ તન્નુને વિપુલમાંથી રસ ‌ઉડી ગયો હતો અને તન્નુ સરખેજમાં રહેતા તેના મામાના દીકરા સમીર સાથે પ્રેમમાં પડી ગઇ હતી. આ બંનેના પ્રેમમાં આડખીલી બની રહેલા વિપુલનું કાસળ કાઢી નાખવા માટે તન્નુ અને સમીરે યોજના બનાવી હતી.

આ યોજના મુજબ બંનેએ સાથે મળી વિપુલની હત્યા કરી નાખી હતી અને લાશને વર્નાકારમાં મૂકી સમીરે કાર ચલાવી હતી. સમીર અને તન્નુ લાશ સાથેની કાર નર્મદા કેનાલ નજીક મૂકી નાસી ગયા હતા. પોલીસે આ ગુનાની ત્વરીત તપાસ આરંભી ગણત્રીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢી તન્નુ અને સમીરની ધરપકડ કરી આ અંગે ખૂનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like