પતિની સિગારેટની આદતથી કંટાળી પત્નીએ ખાધો ગળાફાંસો

અમદાવાદઃ શહેરનાં ઓઢવ વિસ્તારમાં આવેલ એક ચાર મા‌િળયા મકાનમાં પિતાના ઘરે રહેતી પરિણીતાએ આત્મહત્યા કરી હતી. ઓઢવ વિસ્તારમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ચાર મા‌ળિયામાં રહેતા ‌ગિરીશભાઇ પરમારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જમાઇ સહિત તેનાં પરિવાર વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. ‌ગિરીશભાઇની પુત્રી જિજ્ઞાશા પરમારે ત્રણ વર્ષ પહેલાં ઇન્દ્રવદન પરમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.

ઇન્દ્રવદન તેમની માતા સ‌િવતાબહેન, પિતા બાબુલાલ, ભાઇ મુન્ના અને બહેન પ્રિયંકા મહેસાણા જિલ્લાનાં લાડોલ ગામમાં રહે છે. જિજ્ઞાશાનાં લગ્ન બાદ સાસરી તરફથી અવારનવાર ત્રાસ મળતો હતો. આ મામલે જિજ્ઞાશાએ તેના પિતા અને માતાને પણ જાણ કરી હતી. જો કે સંસાર બગડે નહીં તે માટે તે ચૂપ રહેતી હતી. થોડાક દિવસ પહેલાં જિજ્ઞાશા સાસરીમાંથી પિયર રિસાઇને આવી ગઇ હતી.

સાસરીનાં ત્રાસથી કંટાળીને જિજ્ઞાશાએ બે દિવસ પહેલાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ઓઢવ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ હતી. જિજ્ઞાશાનો પતિ ઇન્દ્રવદન ‌સિગારેટ પીવાની ટેવવાળો હોવાથી અવારનવાર બન્ને વચ્ચે ઝઘડા થતાં હતાં. જેથી તેને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પતિ સહિત સાસ‌િરયા વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઓઢવ પોલીસે પતિ ઇન્દ્રવદનની ધરપકડ કરી છે.

You might also like