નાર્કોટિક્સમાં નોકરી કરતી મહિલાએ પોતાનાં જ ઘરે દરોડો પાડ્યોને ચોંકી ઉઠી

વડોદરા : નાર્કોટિક્સ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પત્નીએ વડોદાર રેલ્વે સરકારી ક્વાર્ટર્સમાં રહેતા પતિનાં ઘરમાં પોલીસને સાથે રાખીને રેડ પાડી હતી. જેમાં મહિલાનો પતિ પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતો રંગેહાથે ઝડપાયો હતો.

મુળ રાજસ્થાનનાં વતની એક મહિલા નવી દિલ્હી ખાતે રહે છે અને નાર્કોટિક્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને પોતાનાં પતિને આડા સંબંધો હોવાનો લાંબા સમયથી શંકા હતી. મહિલાનાં પતિ રેલ્વેમાં ખલાસી તરીકે ફરજ બજાવે છે. ડી કેબિન નવાયાર્ડ રેલ્વેનાં સરકારી ક્વાર્ટર્સમાં રહે છે. જો કે બંન્ને નોકરીનાં સબબ દુર રહેતા હોવાથી મહિલા પોતાનાં પતિના રંગરેલિયા રંગેહાથે ઝડપવા માંગતી હતી.

જેથી મહિલાએ ફતેહગંજ પોલીસની મદદથી પોતાનાં પતિનાં વડોદરા ખાતેનાં ક્વાર્ટરમાં દરોડા પાડ્યા હતા. જેમાં તેનો પતિ પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો ઝડપાઇ ગયો હતો. હાલ તો પોલીસે મહિલાનાં પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like