Video માં જુઓ વહુની થર્ડ ડિગ્રી: સાસુને ઇંટ વડે મારી, ગળું દબાવવાનો કર્યો પ્રયત્ન

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બિજનૌરની એક વહુએ પોતાની 70 વર્ષીય સાસુ પર અત્યાચારની તમામ હદો પાર કરી દીધી. જો કે ભગવાનની મહેરબાનીથી તેના અત્યાચારના ફોટા સીસીટીવીમાં કેદ થઇ ગયા અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. જ્યારે સાસુ પોતાના રૂમમાં પથારીમાં બેસી હતી અને ઠંડીના લીધે શરીર રજાઇ ઓઢેલી હતી ત્યારે બીજા રૂમમાંથી દોડતી તેની વહુ દોરડું લઇને આવી અને સાસુના ગળામાં દોરી વીંટી દીધી. ત્યારબાદ તે સાસુને પડવાનો પ્રયત્ન કરવા લાગી. તે બધી એટલું નિર્દયતાપૂર્વક કરી હતી હતી કે આ દરમિયાન ઘરડી સાસુનું મોત પણ નિપજી શકે તેમ હતું. પરંતુ તે અહીંયા જ ન અટકી તેણે સાસુના મોંઢા પર મુક્કા મારવાનું શરૂ કરી દીધું.

આટલું બધુ કર્યા બાદ પણ તેનું મન ભરાયું નહી તો તેણે સાસુનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળતાં તેણે સાસુને નીચે પાડવાનો પ્રયત્ન કર્યો. પથારીમાંથી પડી ગયા બાદ તેની વહુ તેની સાસુ સાથે શું કરી શકે છે માટે તે પોતાની જગ્યા પર અડગ રહી અને પોતાના જીવનદાનની ભીખ માંગવા લાગી. ત્યાર વહુએ ઘરડી સાસુના ખભા પર ઇંટ મારવાનું શરૂ કર્યું, ક્યારે માથા પર તો ક્યારેક ખભા પર. અહીં શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે જે તમે નીચે આપેલો વીડિયો જોઇને અનુમાન લગાવી શકશો.

વિડીયો સૌજન્ય: આઇબીએન લાઇવ

You might also like