ગોરા બનવાની ઘેલછામાં સુપરબગનો ભોગ બનવાનો વધતો ખતરો

નવી દિલ્હી: આમ તો ગોરા થવાની દરેકને ઈચ્છા હોય છે પણ આવી ઘેલછામાં આજે મોટા ભાગની યુવતીઓ અને મહિલાઓ જે રીતે આડેધડ ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરે છે તે ચિંતાજનક બાબત છે, કારણ બજારમાં જે ફેરનેસ ક્રીમ મળે છે તેમાં સ્ટિરોઇડનો વધુ ઉપયોગ થયો હોય છે, જેના કારણે સતત આવાં ક્રીમનો ઉપયોગ કરવાથી જે તે વ્યકિતને ફંગલ સુપરબગ થવાનો ભય સતત રહે છે, જ્યારે આવી બાબતનો જે શિકાર બન્યા છે તેમને દવા પણ અસર કરતી નથી તેવું બહાર આવતાં હવે આવાં ક્રીમનો ઉપયોગ કરનારાઓએ સાવચેત થઈ જવાની જરૂર છે.

આ અંગે ત્વચા રોગના નિષ્ણાતોના સંગઠન ઈન્ડિયન એસો. ઓફ ડર્મેટોલોજિસ્ટ વેનોરિયોલોજિસ્ટ ત્વચા માટે વપરાતાં સ્ટિરોઈડયુકત ક્રીમ અથવા દવાઓને શેડયૂલ એચ-૧ની યાદીમાં સ્ટિરોઈડયુકત દવાઓને શેડયુલ એચ-૧ની યાદીમાં મૂકવા માગણી કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ખુલ્લેઆમ વેચાતાં આવાં ક્રીમ અથવા દવા પર પ્રતિબંધ આવી શકે.

આ માટે એસોસિયેશને એક જનહિતની અરજી પણ દાખલ કરી છે. તબીબોના જણાવ્યા અનુસાર આવી દવાઓ અથવા ક્રીમનો ઉપયોગ માત્ર ત્વચા રોગના નિષ્ણાતોની સલાહ બાદ જ કરવો જોઈએ. એસો.ના અધ્યક્ષ ડો. રમેશ ભટ્ટે જણાવ્યુ કે સ્ટિરોઇડયુકત એ‌િન્ટ ફંગલ દવાઓ રાજ્ય સરકારના ડ્રગ્સ કંટ્રોલરની મંજૂરી લઈને બજારમાં વેચાઈ રહી છે.

You might also like