… તો શું આ કારણથી રહી જાય છે પહેલો પ્રેમ અધુરો ?

અમદાવાદ : તમને શું લાગે છે જે પ્રકારે પ્રેમ કહાનીઓ પર્દા પર દેખાડવામાં આવે છે, શું અસલ જિંદગીમાં પણ પ્રેમ કહાનીઓ તેવી હોય છે ? ફિલ્મોમાં તો લગભગ દરેક લવ સ્ટોરીને સફળતા મળે છે. જો કે અસલ જિંદગીમાં એવું નથી થતું. જિંદગીનું સત્ય ફિલ્મી પર્દા કરતા ઘણુ અલગ હોય છે. જો કે દરેક લવ સ્ટોરી કડવાટ સાથે પુરી થાય તેવું પણ નથી પરંતુ તેને માત્ર ફુલોની સેઝ પણ ન ગણી શકાય.

મોટા ભાગનાં કિસ્સાઓમાં લોકોનો પહેલો પ્રેમ શાળા અને કોલેજનાં દિવસોમાં થાય છે. શાળા અને કોલેજનો આ પ્રેમ જીવનભરનો સાથ હોય, આ વાતની ગુંજાઇશ ઓછી હોય છે. પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે પહેલો પ્રેમ અસફળ શા માટે રહે છે.

હોર્મોનમાં ફેરફાર
મોટાભાગનાં લોકોને પહેલો પ્રેમ શાળાનાં દિવસોમાં થાય છે. આ પહેલું ચરણ હોય છે જ્યારે આપણી અંદર કેટલાક પ્રકારનાં હોર્મોનમાં ફેરફાર થઇ રહ્યા હોય છે. કેટલાક કિસ્સાઓમાં આ પહેલો પ્રેમ માત્ર આકર્ષણ હોય છે, જેનો ચાર્મ સમયની સાથે ઓછો થતો જાય છે અને એક સમય બાદ તે પુરો થઇ જાય છે.

નાની નાની વસ્તુઓ ખેંચે છે.
મોટા ભાગનાં લોકોનું કહેવું છે કે તેમનો પહેલો પ્રેમ બ્રેકઅપ સાથે ખતમ થયો. જો કે પહેલો પ્રેમ ઓછી ઉંમરે થાય છે અને તે સમયે ન તો આપણે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ન તો જીવનની કઠણાઇઓ અંગે. તે સમયે તો નવી સાઇકલ, ટેસ્ટ પેપરમાં સારા માર્ક, ગોરો રંગ જેવી નાની નાની બાબતો પણ આકર્ષિત કરે છે પરંતુ જ્યારે અસલિયત સામે આવે છે તો સંબંધો સંભાળવા મુશ્કેલ લાગે છે.

ઘણુ શિખવે છે પહેલો પ્રેમ
ઘણા લોકો સ્વિકારે છે કે પહેલો પ્રેમ ફેલ થયા બાદ તેમને ઘણુ શિખવા મળ્યું. શરૂઆતમાં દરેક ટીનએજ કપલને લાગે છે કે પ્રેમનો અર્થ માત્ર રોમાન્સ જ થતો હોય છે. જો કે એવું નથી. રિલેશનશિપમાં ઘણા ઉતાર ચડાવ પણ આવતા હોય છે, જેની સાથે મળીને પાર કરવું જ પાક્કા સંબંધોની ઓળખ છે પરંતુ મોટા ભાગનાં કિસ્સાઓમાં કપલ તેનાથી પાછા હટી જાય છે.

સૌથી વધારે દુખ થાય છે.
એક અભ્યાસમાં કહેવાયું છે કે જેટલું દુખ પહેલો પ્રેમ અધુરો રહેવા અંગે થાય છે, તેટલું દુખ પછી ક્યારે પણ નથી થતું. કેટલીક વખત આ દુખ એટલું મોટા પ્રમાણમાં થાય છે કે લોકો ડિપ્રેશનમાં સરી પડે છે.

You might also like