શું આપ ટૉયલેટમાં યૂઝ કરો છો મોબાઇલ, તો થઇ જાઓ સાવધાન!

હવે આજનાં સમયમાં દરેક યંગસ્ટર્સ માટે સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગઇ છે. કે જેનાં વગર આજની યંગ જનરેશન એક ક્ષણ પણ રહી શકતી નથી. ને એમાંય વધુમાં લોકો હવે ટોયલેટમાં પણ પોતાની સાથે મોબાઇલ લઇને જતાં હોય છે. પરંતુ ભલે તે લોકો ટોયલેટમાં ફોન પર વાત ન કરતાં હોય પરંતુ મેસેજિંગ અને ચેટીંગ અવશ્ય કરતાં હોય છે. મોબાઇલ ફોન ભલે આજનાં સમય માટે કોન્ટેક્ટ ડાયરી અને ફોટો આલ્બમ છે પરંતુ હવે આપનાં માટે ન્યૂઝપેપર બની ગયું છે. એક એવો સમય હતો કે જ્યારે લોકો ન્યૂઝપેપર અને મેગેઝીન લઇને ટોયલેટમાં જતા હતાં પરંતુ હવે આજની યંગ જનરેશન સ્માર્ટફોન પણ લઇને જઇ રહી છે. પરંતુ તે કેટલી ખતરનાક બાબત છે કે જેને સાંભળી તમને પણ નવાઇ લાગશે કે આ શું?

જ્યારે આપ ટોયલેટમાં મોબાઇલ ફોન સાથે લઇને જઇ રહ્યાં છો તો અનેક પ્રકારનાં બેક્ટેરિયા આપનાં ફોન પર ચોંટી જાય છે. જેથી આપ ટોયલેટમાંથી બહાર આવ્યા બાદ આપનાં હાથ તો ધોઇ નાંખો છો પરંતુ આપ મોબાઇલને કેવી રીતે ધોઇ શકશો. જેથી જ્યારે આપ ફરી વાર મોબાઇલને સ્પર્શ કરશો તો ફરીથી આપનાં હાથ પર તે જ બેક્ટેરિયા ચોંટી જશે. જે આપનાં શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

આ જ વસ્તુ પબ્લિક ટોયલેટ માટે ખૂબ જ ખતરનાક હોય છે. કેમ કે જ્યારે આપ ઑફિસ, હૉટલ કે રેસ્ટોરાંનું પબ્લિક ટૉયલેટ યુઝ કરતાં હોવ છો ત્યારે આપની સાથે આપનો મોબાઇલ ફોન પણ આ બેક્ટેરિયાનો ભોગ બને છે. કે જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે.

હવે ફરીથી આપ જૂનાં સમય મુજબ ટૉયલેટમાં મોબાઇલ ફોન લઇ જવાની જગ્યાએ આપ ન્યૂઝપેપર કે મેગેઝીનનો ઉપયોગ કરો. એવું એટલાં માટે કરવું હિતાવહ છે કે ન્યૂઝપેપર અને મેગેઝીન આપણે ફરીથી યૂઝ ન કરીએ તો ચાલે. જેથી હવે આપ ટૉયલેટમાં સાથે કશું પણ ન લઇ જાઓ. કેમ કે થોડોક સમય તમારા ભારને પણ ઓછો કરવો જરૂરી છે.

You might also like