વરસાદમાં કેમ ના ખાવા જોઇએ લીલા પાન વાળા શાકભાજી?

આમ તો લીલા શાકભાજી ખાવા સારી આદત છે પરંતુ વરસાદની સિઝનમાં તેને ખાવું ખતરનાક પણ હોઇ શકે છે. વરસાદમાં મોટાભાગે વાદળો હોય છે જેના કારણે છોડને પૂરતો તડતકો મળતો નથી. તડકો ન મળવાને કારણે તેમાં કીટાણુઓ અને બેક્ટેરિયા વધવાની અશંકા વધી જાય છે.

તેમ છતાં તમને જમવામાં લીલી પાન વાળા શાકભાજી જોઇએ જ તો તમે તેને સૌથી પહેલા સારી રીતો ધોઇ નાંખો. તમે ઇચ્છો તો જે પાણીથી ઘોવો છો તેમાં મીઠું પણ નાંખી શકો છો. આ ઉપરાંત ફટકડી વાળા પાણીથી પણ તમે શાકભાજી ધોઇ શકો છો. તેનું પૂરી રીતે પાકે તે પણ જરૂરી છે.

1. આવું તો તમે પણ જોયું હશે વરસાદની સિઝન આવતા જ નાના જીવજંતુઓ પડવા લાગે છે. અ દરમિયાન વાતાવરણમાં ભેજ રહે છે. ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા પેદા કરવામાંએનૂકુળ હોય છે. એવામાં પાન પર પણ બેક્ટેરિયા વધવાની આશંકા વધી જાય છે.

2. મોટાભાગે લીલા શાકભાજી પાણી વાળા વિસ્તારમાં અથવા પોચી જમીનમાં ઊગે છે. પાણીમાં ઉત્પન્ન થતી શાકભાજીમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે છે.

3. કોઇ પણ શાકભાજી માર્કેટમાં આવતા પહેલા ઘણી જગ્યાએથી પસાર થઇને આવતી હોય છે. વરસાદમાં ગંદકી વધારે થાય છે. જેના કારણે શાકભાજી ગંદી થવાની સંભાવના વધી જાય છે.

4. વરસાદમાં શાકભાજીમાં કીડા મકોડા પડવાની સંભાવના વધારે રહે છે. એવામાં બિમારીઓને આમંત્રણ આપવા જેવું જ છે.

5. વરસાદની સિઝનમાં મોટાભાગે શાકભાજી ખરાબ થઇ જાય છે અથવા તેનો રંગ બદલાઇ જાય છે. એવામાં દુકાનદાર તેને ઇન્જેક્શન લગાવીને પકવે છે. આ કેમિક્લ આપણા માટે ખતરનાક સાબિત થાય છે.

You might also like