વર્લ્ડ બેંક ભારતનાં વખાણ કેમ કરવા લાગ્યું?

કોઈ પણ દેશને આર્થિક સહાયની જરૂર પડે ત્યારે એ સૌપ્રથમ વર્લ્ડ બેંકનો દરવાજો ખખડાવે છે. વર્લ્ડ બેંક દુનિયાના મોટાભાગના દેશોને જોડતી કડી છે અને આર્થિક સંતુલન બનાવવામાં મદદ કરે છે. એ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમ ભારતની મુલાકાતે આવ્યા હતા. છેલ્લાં બે વર્ષોમાં ભારતમાં વિદેશી મહેમાનોની સંખ્યા વધવા લાગી છે.

મોટામોટા દેશોના પ્રમુખોથી લઈને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓને ભારતમાં શ્રેષ્ઠ અવકાશ દેખાવા લાગ્યો છે. વર્ષોથી દુનિયા સામે ભારતની એવી છાપ પડી ગઈ હતી કે ભારત અલ્પવિકસિત અને ગરીબીથી પીડાતો દેશ છે, પરંતુ હવે તેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ખુદ વર્લ્ડ બેંકના પ્રમુખ કહે છે કે ભારતનું અર્થતંત્ર ચમકીલું છે અને ભવિષ્ય ઉજ્જવળ છે.

પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સોલર એનર્જી પ્રોગ્રામ પર ખાસ ભાર મૂકી રહી છે અને વર્લ્ડ બેંકને આ પ્રોગ્રામમાં ભારે રસ પડ્યો છે. આ પ્રોગ્રામને આગળ વધારવા માટે વર્લ્ડ બેંક દ્વારા ૬૭૫૦ કરોડની લોન આપવામાં આવી છે.

વર્લ્ડ બેંક દ્વારા સોલર એનર્જી મિશન માટે કોઈ પણ દેશને આપવામાં આવેલી સૌથી મોટી લોન છે. જિમ યોંગ કિમે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રિન્યુએબલ એનર્જીમાં વ્યક્તિગત રીતે રસ લઈ રહ્યા છે, ખાસ કરીને સોલર પ્રોજેક્ટમાં. આ જ વાત અમને ભારતમાં વધુ રોકાણ કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.

You might also like