…તો આ કારણથી કેટલીક વખત મહિલાઓ નથી લેતી સેક્સમાં રસ

એવું કેટલીક વખત જોવા મળે છે કે મહિલાઓ પુરુષોની સરખામણીમાં સેક્સમાં ઓછો રસ દાખવે છે. એના ઘણા કારણો હોઇ શકે છે. જાણો કયા કારણો હોઇ શકે છે. અને કેવી રીતે પ્રેમથી દૂર કરીને તેમનો ભરોષો જીતી શકો છો.

કેટલીક વખત પતિ પત્નીમાં ભાવાત્મક અંતર આવવા પર મહિલાઓમાં સેક્સનો રસ ઓછો જોવા મળે છે. સારા શારિરીક સંબંધ માટે જરૂરી છે કે ભાવાત્મક સ્તર પર પણ જોડાણ થાય. જો એની કમી છે તો મહિલાઓમાં સેક્સને લઇને ઇચ્છા ઓછી થઇ જાય છે.

કેટલીક વખત મહિલાઓમાં ભૂતકાળમાં થયેલી છેડછાડ અથવા કોઇ શારિરીક તરીકે થયેલા નુકસાનના કારણે ડર ઘૂસી જાય છે જેનાથી એવું જોવામાં આવે છે મહિલાઓ સેક્સમાં રૂચિ લેતી નથી.

પત્ની સાથે ખરાબ વર્તણુક અથવા હિંસક વ્યવહાર તમને તમારા પ્રત્યે પ્રેમ આવવા દેતો નથી. જેના લીધે તે સેક્સથી દૂર ભાગે છે.

કોઇ પણ પ્રકારની ચિંતા અથવા તણાવ પણ અરૂચિનું કારણ બની શકે છે.

કોઇ સ્વાસ્થ્ય જેવી બીમારીઓ જેમ કે થાક અથવા કોઇ પણ પ્રકારની બીમારીના કારણે મહિલાઓ સેક્સમાં રસ દાખવતી નથી.

કેટલીક વખત અનિચ્છિનિય ગર્ભ અથવા કોઇ ફોબિયાના કારણે પણ આવું થાય છે.

કેટલીક વખત સેક્સથી અરુચિનું કારણ પતિ સાથે શારિરીક સંતોષ મળવો નહીં. એવામાં ફરીથી તેમની રૂચી રહેતી નથી.

You might also like