…તો આ કારણથી કેટલીક મહિલાઓ નથી કરતી લગ્ન!

કેટલીક મહિલાઓ લગ્ન કર્યા વગર રહેવાનું પસંદ કરે છે. સિંગલ રહેવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે. કેટલીક છોકરીઓને લાગે છે કે છોકરાઓ દગો આપે છે અને ચીટિંગ કરે છે. એ લોકા એવા રિલેશનમાં રહેવાનું પસંદ કરતી નથી. જેનાથી પછી રડવું પડે. લગ્ન વગર રહેવાથી એમને ઘણી પરેશાનીઓનો સામનો પણ કરવા પડે છે.

1. કેટલીક વખત મહિલા કોઇ પરિવારની મજબૂરીને કારણે પણ લગ્ન કરતી નથી.

2. કેટલીક મહિલાઓ બિન્દાસ જીંદગી જીવવી માંગતી હોય છે. એ મિત્રો બનાવે છે પરંતુ લગ્ન કરતી નથી. બોયફ્રેન્ડ બનાવવો પણ મહિલાઓને ગમતો નથી.

3. આ ઉપરાંત એ જીંદગી પણ પોતાની શરતો પર જીવવા માંગે છે. એડજેસ્ટ કરવા માંગતી નથી જે કોઇ પણ રિલેશનશીપમાં થોડું એડજેસ્ટમેન્ટ કરવું પડે છે.

4. કેટલીક છોકરીઓ પોતાની કરિયરને ખૂબ જ ગંભીરતાથી લે છે જેના કારણે તેમની પાસે પ્રેમ અને રિલેશન માટે સમય હોતો નથી.

5. લગ્નને લઇને ઘણી વખત પરિવારમાં કંઇક એવું થઇ જાય છે જેને છોકરી ભૂલી શકતી નથી. એને લાગે છે કે લગ્ન બાદ એની સાથે એવું જ થશે.

visit: http://sambhaavnews.com/

You might also like