શું તમે જાણો છો મહિલાઓના શરીરમાં સ્તન સહિતના શારીરિક ફેરફારો ક્યારે થાય છે?

કિશોરાવસ્થા આવતાજ દરેક મહિલાઓના શરીરમાં પરિવર્તન આવતા હોય છે. ઉંમરના દરેક પડાવ પર આ રીતના પરિવર્તન શરીરમાં થતા રહેતા હોય છે. તો કેટલાક પરિવર્તન શરીરને નુકશાન કરતા પણ બની રહે છે. ત્યારે જાણો મહિલાઓના શરીરમાં ક્યારે ક્યારે અને કેવી રીતે પરિવર્તન થાય છે.

કિશોરાવસ્થામાં તમામ છોકરીઓએ આ પરિસ્થિતીમાંથી પસાર થવું પડે છે. 9થી 11 વર્ષની ઉંમરમાં નિપ્પલ અને તેની આસપાસ દુખાવો અને બળતરા થવી. આ સમય દરમ્યાન જ બ્રેસ્ટમાં પણ પરિવર્તિન જોવા મળે છે.

ત્યાર બાદ પ્રેગ્નેન્સી દરમ્યાન વિવિધ પ્રકારના પરિવર્તન જોવા મળે છે. તેમાનું એક છે બ્રેસ્ટની સાઇઝમાં પરિવર્તન, કેટલીક મહિલાઓ પ્રેગ્નેન્સી દરમ્યાન પ્રથમ ત્રણ મહિનામાં બ્રેસ્ટ પર સોજો આવી ગયો હોવાની ફરિયાદ કરે છે. તેનું કારણ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનું વધવું તે છે.

આ સિવાય જ્યારે મહિલાઓ બાળકને ફીડિંગ કરાવતી હોય છે. ત્યારે પણ આ રીતની સમસ્યા તેઓ અનુભવે છે. ગર્ભની રોધક દવાઓને કારણે પણ બ્રેસ્ટનો આકાર બદલાઇ જાય છે. ઘણી મહિલાઓનો પરિયિડ્સ પહેલાં અને દરમ્યાન બ્રેસ્ટ પર સોજો અને દુખાવો થતો હોય છે.

વધતી ઉંમર સાથે પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં મોનોપોઝ જેવી સમસ્યાઓનો પણ મહિલાઓએ સામનો કરવો પડે છે.

You might also like