શું તમને ખબર છે કે હંમેશા રવિવારે જ કેમ રજા હોય છે?

હંમેશા તમે મોટાભાગના લોકોના મોઢે સાંભળ્યું હશે કે આ રવિવારે ફરવા જઇએ કે રવિવારે બધા કામ પૂરા કરી દઇશ, રવિવારે આખો દિવસ આરામ કરીશ. એક જ રવિવારની રજા અને આટલા બધા કામ. હાં તો કેમ ના હોય કારણ કે રવિવારે તો રજા મળે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આપણા માટે રવિવારની રજા અપાવનાર કોણ હતાં. શા માટે રવિવારની રજા આપવામાં આવી હતી. રવિવારની રજા કોઇ એક જ દિવસનો નિર્ણય નથી. પરંતુ તેના માટે 8 વર્ષ સુધી લડાઇ લડવામાં આવી હતી. ત્યારે જઇને અંગ્રેજો ઓફિસરોએ રવિવારની રજા જાહેર કરી હતી. અને આ આંદોલનના આગેવાન હતા નારાયણ મેઘાજી લોખંડે.

આ વાત છે અંગ્રેજોના શાસનકાળની. કપડા અને બીજી અન્ય મીલોમાં ભારતના મજૂરોની ખૂબ સંખ્યા હતી. પરંતુ એ ભારતીય મજૂરો તરફથી અવાજ ઉછાવનાર કોઇ નહતું. એ દરમિયાન નારાયણ મેધાજી લોખંડે આવાજ ઉઠાવ્યો હતો.

કહેવાય છે કે નારાયણ મેધાજી પહેલી વ્યક્તિ હતા કે જેમને મજૂરો માટે અવાજ ઉઠાવ્યો હતો.લોખંડેને શ્રમ આંદોલનના પિતા પણ કહેવામાં આવે છે. ભારતના ટ્રેડ યૂનિયનના પિતા પણ કહેવામાં આવે છે. આંદોલનવમાં જ્યોતિબા ફુલેનો સાથ પણ લોખંડેને મળ્યો હતો. વર્ષ 1881માં લોખંડેએ મીલ મજૂરો માટે રવિવારે રજા માટેની માંગણી કરી હતી. પરંતુ અંગ્રેજ ઓફિસર તે માટે તૈયાર હતા નહીં. તેના પાછળ લોખંડેનો તર્ક હતો કે મજૂરો સપ્તાહમાં સાત દિવસ કામ કરે છે, તો તેમને એક રજા પણ મળવી જોઇએ. રવિવારની રજા લેવી એટલી સરળ નહતી. પરંતુ લોખંડે તે માટે એક આંદોલન ચાલુ કરવું પડ્યું હતું.

આંદોલન વર્ષ 1881થી લઇને 1889 સુધી ચાલ્યું. એટલું જ નહીં લોખંડે મજૂરોના હકમાં આ માંગણીઓને પણ અંગ્રેજ ઓફિસરોની સામે ઉઠાવી હતી. બપોરે અડધો કલાક જમવા માટે, દર મહિનાની 15 તારીખ સુધી મજૂરોને વેતન મળી જાય અને કામ માટે કલાકો નક્કી કરવામાં આવે.

હાલમાં રહેલા દસ્તાવેજોનું માનીએ તો મજૂરો માટે લોખંડે રજા પિકનિક મનાવવા અથવા પત્નીના બતાવેલા કામ પૂર્ણ કરવા માંગી નહતી. રજા માંગવા પાછળ તેમનો હેતુ હતો કે સપ્તાહમાં સાત દિવલસ મજૂર તેના પરિવાર માટે કામ કરે છે. એક દિવસ દેશ અને સમાજ માટે પણ હોવો જોઇએ. જેમાં તે દેશ અને સમાજના હીત માટે પણ કામ કરી શકે.

You might also like