શું કામ ફોન ઉઠાવતાની સાથે બોલાય છે ‘હેલો’

તમારા ફોનની રીંગ વાગી અને તમે ફોન ઉઠાવ્યો, બીજી બાજુથી અવાજ આવ્યો ‘હેલો’ અને આ સાઇડથી તમે બોલ્યા ‘હેલો’. હવે આ હેલોથી વાત શરૂ થાય છે બીજી વાતો. પરંતુ શું તમે વિચાર્યું છે કે દરેક વખત ફોન ઉઠાવતાની સાથે જ મોટાભાગના લોકો ‘હેલો’ કેમ બોલે છે.

હવે તમે એમ વિચારી રહ્યા હશો કે એમાં મોટી વાત શું છે. દરેક લોકો હેલો બોલે છે. તો આજે અમે તમને જણાવીએ છીએ ફોન પર હેલો બોલવા પાછળની આખી સ્ટોરી.

ટેલિફોનની શોધમાં ગ્રાહમ બેલનું નામ હંમેશા યાદ કરવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ મારગ્રેટ હેલો હતું અને વર્ષોની મહેનત બાદ બેલે ટેલિફોનની શોધ કરી, તો તેમને એક જ રીતના બે ફોન બનાવ્યા, એક ફોન ગ્રાહમે એની ગર્લફ્રેન્ડને આપી દીધો.

ત્યારબાદ દરેક ટેકનીકલ ખામી દૂર કરવા માટે બેલે સૌથી પહેલા પોતાની ગર્લફ્રેન્ડને ફોન લગાવ્યો, ફોન ઊઠાવતાની સાથે જ ગ્રાહમ બેલે સૌથી પહેલા પોતાની ગર્લફ્રેન્ડનું નામ ખૂબ પ્રેમથી ‘હેલો’ બોલ્યો. તે જ્યારે પણ મારગ્રેટને ફોન કરતાં ત્યારે હેલો કહીને બોલાવતા હતાં. આ રીતે ફોન ઉઠાવતાં જ હેલો કહેવું એખ સંબોધનના શબ્દના રૂપમાં પ્રચલિત થઇ ગયું.

તમે જાણીને પરેશાન થઇ જશો કે દુનિયાભરમાં , દૂર બેઠેલા પોતાના પરિજનોનો અવાજ સાંભળવાની ભેટ આપનારા ગ્રાહમ બેલના ઘરમાં તેમની માતા, પત્ની અને તેમનો ખાસ મિત્ર સાંભળી શકતાં નહતા. એટલે તેમને બેરા લોકો માટે ખાસ લગાવ હતો. તેમણે ધ્વનિ ક્ષેત્રના વિજ્ઞાનમાં ખૂબજ અભ્યાસ કર્યો અને ઘણા યંત્ર બનાવ્યા. 1876માં ટેલીફોનની શોધ ઉપરાંત મેટલ ડિરેક્ટર બનાવવાનો શ્રેય પણ ગ્રાહમને જાય છે.

You might also like