ઉનાળામાં નુકસાનકારક પારજાંબલી કિરણોથી બચવા UPH કપડાં પહેરો

અમદાવાદ: મોસમ બદાલઈ રહી છે અને બદલાતા મોસમમાં ચહેરા અને ચામડીની કાળજી રાખવા માટે કેટલીક બીજી રીતો અપનાવવી પડે છે. મોટા ભાગની છોકરીઓ ચાહતી હોય છે કે તેઓની ત્વચા હંમેશાં સ્વસ્થ રહે અને તાજીમાજી રહે.

એવામાં ગરમીઓમાં દરેક પોતાની ત્વચાનો ખાસ ખયાલ રાખે છે, જેના માટે સનસ્ક્રીન, હાઇડ્રેટિંગ લોશન, ડિયોડ્રન્ટ, પરફ્યુમ, ચહેરાને વાઇપ કરવા માટે વસ્તુઓ ખરીદે છે, જેમાં ઘણા રૂપિયાનો ખરચો થઈ જાય છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે હકીકતમાં ત્વચાનો ખ્યાલ કેવી રીતે રાખવો જોઈએ.

જરૂરી નથી કે તમે એવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરો જે તડકાથી બચાવ કરે અથવા ત્વચાને સ્વસ્થ રાખી શકે. ત્વચાને આકરા તાપ અને પારજાંબલી કિરણોથી બચાવવા માટે બીજા કેટલાક ઉપાયો અપનાવી શકો છો.

એક અભ્યાસમાં એક વાત સામે આવી છે કે જો તમે UPF (Ultraviolet Protection Factor) એટલે કે પારજાંબલી કિરણોથી બચાવા માટેનું ઘટક તો તમે આશરે 98 ટકા પારજાંબલી તરંગોને પરાવર્તિત કરી શકો છો. એવામાં યૂપીએફ શર્ટને તડકામાં પહેવાના ફાયદા છે. આવા કપડાં તમને કોઈ પણ બ્રાન્ડેડ સ્ટોરમાં સહેલાઈથી મળી શકે છે. અને તેની કિંમત સામન્ય કપડાં કરતા થોડી વધારે હોય છે.

You might also like