નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ કેમ એકબીજાની નજીક ના આવવું જોઇએ…

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ઘણુ મહત્વ છે. એક એવી માન્યતા છે કે આ સમયે માતા આદ્યશક્તિ પોતાના નવ રૂપમાં ધરતી પર નિવાસ કરે છે. વ્યક્તિ આ સમયે પોતાની આધ્યમિક ઉર્જાનો વિકાસ કરે છે. એટલું જ નહીં આ સમયે સાત્વિક ભોજન સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ તેવી માન્યતા પણ છે. પણ શું તમે તેની પાછળનું કારણ જાણો છો.

આધાત્મની નજરે જોઇએ તો જે ઘરમાં નવરાત્રિનું પુજન કરવામાં આવતું હોય તે ઘરમાં પતિ-પત્નીએ ખાસ આ સમયે યૌન સંબંધ બાંધવાથી બચવું જોઇએ. એવું માનવામાં આવે છે કે આ નિયમનું પાલન નથી કરતાં તેમનું મન માની આરાધનામાં લાગતું નથી.

નવરાત્રિ દરમિયાન જે લોકો વ્રત રાખે છે તેમના શરીરમાં ઊર્જાની ઉણપ હોય છે. જેના કારણે તે માનસિક અને શારીરિક રીતે યૌન સંબંધ બાંધવા તૈયાર નહીં રહેતો. આ જ કારણ છે કે ખાસ આ સમયે લોકો પોતાના ઉપર સંયમ રાખવા માટે કહેવામાં આવે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો નવરાત્રિના દિવસોમાં માતા રાણી ધરતી પર નિવાસ કરે છે. એવુ માનવામાં આવે છે કે માતાનો અંશ દરેક સ્ત્રીમાં હોય છે. આ જ કારણ છે કે આ સમયે પરણિત સ્ત્રીઓને સુહાગની સામગ્રી આપવાની પરંપરા છે. જેના કારણે નવરાત્રિમાં વ્યક્તિ પોતે સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કહેવામાં આવે છે.

દર વર્ષે બે વખત નવરાત્રિ દરમિયાન આશ્વિન અને ચૈત્ર સમયે ઋતુ પરિવર્તન થતું હોય છે. આશ્વિન નવરાત્રિની સાથે ઠંડીની ઋતુનું આગમન જ્યારે ચૈત્ર નવરાત્રિની સાથે ગ્રીષ્મ ઋતુનું આગમન થાય છે. આપણા ઋષિ-મુનિઓએ આવનાર મૌસમ માટે પોતાના શરીરને તૈયાર કરવાની સાથે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આ નવ દિવસોમાં વ્રત અને સાધના કરવા જણાવ્યું છે.

You might also like