સંજય દત્તને 8મહિના કઇ રીતે વહેલો છોડી મુકાયો : હાઇકોર્ટનો સવાલ

મુંબઇ : મુંબઇ હાઇકોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકારને 1993નાં સિરિયલ બ્લાસ્ટ્સ કેસમાં જેલમાં ગયેલા અભિનેતા સંજયદત્તને જેલમાંથી વહેલા છોડી મુકવા અંગે સવાલો ઉભા કર્યા હતા. સરકારનો આ નિર્ણય કઇ રીતે યોગ્ય હતો તે અંગે સ્પષ્ટતા કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. હાઇકોર્ટનાં સુચનનાં પગલે સંજય દત્ત માટે એક વધારે મુશ્કેલી પેદા કરી શકે છે. સંજયપુણેની યરવડા જેલમાં હતો જ્યાં તેનાં સારા વર્તનનાં કારણે તેને સજાનાં 8 મહિનાં વહેલો છોડી દેવાયો હતો.

જસ્ટિસ આર.એમ સાવંત અને સાધના જાધવની ડિવિઝન બેન્ચ પુણેનાં એક રહેવાસી પ્રદીપ ભાલેકરે ફાઇલ કરેલ પીઆઇએલની સુનવણી કરી રહી હતી. ભાલેકરે સંજયને તેની સજા દરમિયાન મંજુર કરવામાં આવેલી નિયમિત પેરોલ્સ અને ફર્લોઝને પડકારી હતી. તે પછી કોર્ટે સંજય દત્તને આઠ મહિના વહેલા જેલમાંથી છોડી મુકવા માટે કયા પરિમાણોને ધ્યાનમાં લીધા હતા અને કઇ કાર્યવાહીઓને અનુસરવામાં આવી તે દર્શાવતું એફીડેવિટ દાખલ કરવા માટે સરકાનરને આદેશ આપ્યો હતો.

You might also like