નોટ બેનથી માયા, મુલાયમ, કેજરી અને રાહુલના પેટમાં રેડાયું તેલ : શાહ

નવી દિલ્હી: વિપક્ષોની આવેલી પ્રતિક્રિયા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. એ દરમિયાન તેમણએ વિપક્ષો પર જોરદાર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે સરકારે આતંકી ફંડ, ખોટી નોટો અને હવાલા ઓપરેટરોને નિશાના બનાવ્યા છે તો વિપક્ષના દળોને કેમ દુખ થઇ રહ્યું છે.

તેમણે વિપક્ષી દળ કોંગ્રેસ, એસપી, બીએસપી અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં કહ્યું કે નોટ પર બેનનો વિરોધ કરવાથી આ લોકોના વિચારો માટેનો ખ્યાલ આવી ગયો છે કારણ કે સરકારે આતંકી ફંડ, ખોટી નોટો અને હવાલા ઓપરેટરો પર લગામ લગાવવા નોટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ સાથે એમનણે એવી પણ સ્પષ્ટતા કરી કે હવાલા, કાળાબજાર, ફેંક કરન્સીની યાદીમાં નેતા પોતાને જોડે નહીં. સાથે સાથે કહ્યું કે જે રીતે બેંક અને બેંક કર્મીઓ જનતાને સહયોગ કરી રહ્યા છે એના માટે ભાજપના લોકો એમનું અભિનંદન કરે છે.

એમણે કહ્યું કે દેશના લોકોએ નોટ બદલવાના નિર્ણયને સ્વાગત કર્યું છે અને પ્રામાણિક કરદાતાઓએ આ નિર્ણયથી ડરવાની જરૂર નથી. તેમણે મુશ્કેલીઓ પર વાત કરતાં કહ્યું કે જ્યાં જ્યાં ખામીઓ રહી ગઇ છે ત્યાં સરકાર તત્કાલીક સુધારા માટે ટીમ બનાવી છે. એની સાથે ત્રણ દિવસ સુધી ટોલ ટેક્સ માફ કરી દીધો છે.

ગુલામ નબી આઝાદી કહ્યું કે કોંગ્રેસ કાળાનાણા પર હંમેશા લડતી રહી છે. પરંતુ મોદી સરકારે જે રીતે જાહેરાત કરી એ કોઇ તાનશાહીથી ઓછું નથી.

You might also like