…તો આ કારણથી નિર્વસ્ત્ર થઇને ના નાહવું જોઇએ

તમે સ્નાન કરતી વખતે તમારા શરીર પર ટુવાલ અથવા કોઇ કપડું લપેટતા જ હશો જો એવું નથી કરતાં તો તમે એટલી મોટી ભૂલ કરી રહ્યા છો કદાચ તમને ખબર પણ હશે નહીં. જો તમે જાણી લેશો કે શા માટે નિર્વસ્ત્ર થઇને સ્નાન ન કરવું જોઇએ તો તમે બાથરૂમમાં સ્નાન કરો અથવા ક્યાંય બીજી જગ્યાએ તમે જરૂરથી કપડા પહેરીને જ સ્નાન કરશો.

કપડાં વગર સ્નાન કરવાનું પરિણામ શુ આવે છે એ જાણતા પહેલા તમને જણાવી દઇએ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ચીર હરણની લીલામાં લોકોને સમજાવ્યું હતું કે કોઇ દિવસ ક્યાંય પણ કપડાં વગર સ્નાન કરવું જોઇએ નહીં.

પદ્મપુરાણ અને શ્રીમદભાગવત કથામાં ચીર હરણની કથાનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે ગોપીઓ પોતાના કપડાં ઉતારીને સ્નાન કરવા પાણીમાં ઉતરી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના કપડાં ચોરી લેતાં હતાં અને જ્યારે ગોપીઓ કપડાં શોધતી હતી ત્યારે તેમણે મળતાં નહતાં. એવા સમયે શ્રી કૃષ્ણ કહેતા હતાં કે કન્યાઓ તમારા કપડાં વૃક્ષ પર છે પાણીમાંથી નિકળો અને વસ્ત્ર લઇ લો.

નિર્વસ્ત્ર હોવાને કારણે ગોપીઓ પાણીની બહાર આવવામાં પોતાની અસમર્થતા જતાવતી હતી અને કહેતી હતી કે તે નિર્વસ્ત્ર છે એવામાં એ પાણીની બહાર કેવી રીતે આવી શકે. ત્યારે શ્રીકૃષ્ણએ ગોપીઓને પૂછે છે કે જ્યારે નિર્વસ્ત્ર થઇને પાણીમાં ઉતરે છે ત્યારે શરમ આવતી નથી. જવાબમાં ગોપીઓ કહે છે કે એ સમયે અહીંયા કોઇ નહતું અને તું પણ નહતો. પાણીમાં નગ્ન થઇને પ્રવેશ કરવાથી પાણીના રૂપમાં વરુણ દેવએ તમને જોયા આ એમનું અપમાન છે.

એટલે શ્રીકૃષ્ણનું કહેવું છે કે નિર્વસ્ત્ર થઇને સ્નાન કરવાથી વરુણ દેવતાનું અપમાન થાય છે. એવું વિચારો કે બંધ રૂમમાં નિર્વસ્ત્ર થઇને સ્ના કરી રહ્યા છો અને તમને કોઇ જોતું નથી તો તમે ખોટું વિચારી રહ્યા છો ત્યાં સૂક્ષ્મ જીવ અને ભગવાન તમને જોવે છે અને તમારી નગ્નતા તમને પાપનું ભાગી બનાવે છે. પરંતુ આ બદા કરતાં બીજું એક મોટું કારણ છે જે નિર્વસ્ત્ર થઇને સ્નાન કરનાર લોકો માટે નુકસાનકારક છે.

ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે સ્નાન લકરતી વખતે તમારા પૂર્વજ તમારી આજુબાજુ હોય છે. અને કપડાંમાંથી પડતાં પાણીને ગ્રહણ કરે છે જેનાથી તેમને તૃપ્તિ થાય છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો અતૃપ્ત થઇને નારાજ થઇ જાય છે. જેનાથી વ્યક્તિનું તેજ, બળ, ધન અને સુખ નષ્ટ થાય છે.

You might also like