મહિલાઓના પેટમાં કોઇ વાત રહેતી નથી. તમે જાણો છો કેમ?

કહેવામાં આવે છે કે એવી કોઇ વાત હોતી નથી કે મહિલાઓ પોતાના પૂરતી જ રાખે. જો મહિલાને કોઇ વાત ન કહેવા માટે કહ્યું હોય તો પણ ક્યાંક ને ક્યાંક તે પોતાની મમ્મી, બહેન સાથે વાત કરી જ લે છે. તમે આવું ઘણી વખત વિચાર્યું હશે કે આની પાછળ શું કારણ હોઇ શકે. એવું પણ નથી કે આ આદત ફક્ત છોકરીઓમાં છે કેટલાક પુરુષોમાં પણ આ આદત જોવા મળે છે. પરંતુ પુરુષો કેટલીક હદ સુધીની વાત છુપાડવા કામયાબ થઇ જાય છે. ચલો તો જાણીએ કે મહિલાઓ કેમ આ
પ્રકારના રાઝ છુપાવવા માટે પોતાના પર કાબૂ રાખતી નથી.

મહાભારતમાં એ વાતનું વરણન કરવામાં આવ્યું છે કે જ્યારે કુંતીએ વાત છુપાવી હતી કે કર્ણ તેનો પુત્ર છે તો તેના પુત્રએ એવો શ્રાપ આપ્યો હતો કે આજ પછી કોઇ પણ મહિલા પોતાના પેટમાં વાત પચાવીને રાખશે નહીં.

મહિલાઓમાં દરેક સમયે એવી વાતની જિજ્ઞાશા હોય છે કે તેની આસપાસ શું થઇ રહ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે આ કારણથી કોઇ પણ રહસ્ય 32 કલાક સુધી જ પોતાની પાસે રાખે છે.

કેટલીક મહિલાઓ સમજે છે કે જો તે એકની વાત બીજા સાથે કરશે તો તેનાથી તેનું મહત્વ વધી જશે પરંતુ આ એનો ખોટો વહેમ છે.

છોકરીઓને હંમેશા લાગે છે કે કોઇ ચટપટી વાત બીજાને કહીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે મહિલાઓ કોઇ વાત છુપાવે તો એવું મહેસૂસ થાય છે કે તેમની પર કોઇ બોજ નાંખી દીધો હોય. આ દબાણને ઓછું કરવા માટે એ કોઇની પણ સામે વાત કરી લે છે.

આ ગુણ ફક્ત મહિલાઓમાં જોવા મળતા નથી પરંતુ કેટલાક પુરુષોમાં પણ આ આદત જોવા મળે છે. ઇમોશનલ થવા પર તે દરેક વાત સ્પષ્ટ કહી દે છે.

You might also like