શા માટે કુંવારી મહિલા કરતાં પરણેલી સ્ત્રી વધુ આકર્ષિત લાગે છે?

શું તમે કદી તે વાત પર ધ્યાન દોર્યું છે કે કુંવારી મહિલા કરતા પરણિત મહિલાઓ વધુ આકર્ષક લાગતી હોય છે. ઘણી વખત લગ્નમાં પણ તેવું બને છે કે કોઇ સુંદર યુવતી વિષે પૂછપરછ કરતા ખબર પડે કે તે તો પરણિત છે! તેવું નથી કે કુંવારી મહિલાઓ સુંદર નથી દેખાતા.

પરણિત યુવતીઓનો આત્મવિશ્વાસ તેમની આંખોમાં ચમકે છે. તે તેમના લૂક માટે સભાન હોય છે. અને તેમનો આ જ આત્મવિશ્વાસ તેમને આકર્ષિત કરી દે છે.

પરણિત મહિલાઓ તે સારી પેઠે પુરુષોની માનસિકતાને સમજે છે. તેમની પાસે તેનો અનુભવ હોય છે. તે પુરુષોને ભાવનાત્મક જરૂરીયાતોને પણ જાણે છે. અને એટલે જ તે પુરુષો સાથે સારો રેપો ધરાવે છે.

પરણિત મહિલાઓ સ્પષ્ટ વ્યક્તા હોય છે. તેમની પાસે તેટલો સમય નથી હોય કે તે ટાઇમપાસ કરી શકે. એટલે તે સીધુ અને ટૂંકમાં પતાવાનું માને છે. વળી તે પોતાના વિચારોને લઇને પણ વધુ સ્પષ્ટ હોય છે. અને આ જ કારણે તેમની સાથે વાત પુરુષો માટે સરળ પડી જાય છે. અને તેમના સ્પષ્ટ વિચારો પણ તેમને અલગ તારવે છે.

પરણ્યા બાદ પરણિત મહિલા પોતાના દેખવાને લઇને સહજ થઇ જાય છે જ્યાં સામે પક્ષે મોટાભાગની કુંવારી છોકરીઓ લધુતાગ્રંથિથી પીડાતી હોય છે. પરણિત સ્ત્રીની કંઇ ખાસ મહેનત કર્યા વગર પણ સારી દેખાય છે. ત્યાં જ કુંવારી મહિલા આ માટે વધુ પડતી મહેનત કરી લે છે.

કુંવારી છોકરીમાં નાદનિયત વધુ હોય છે જ્યારે પુરુષોને મેચ્યોર છોકરીઓ વધુ ગમતી હોય છે. અને લગ્ન બાદ મહિલાઓ વધુ પરિપક્વ થાય છે. અને તેમની આ પરિપક્વતા જ તેમના દેખાવમાં લાવણ્ય લાવે છે.

પુરુષોને રિસ્ક ગમે છે તેમને જે સરળતાથી મળતું હોય તેના કરતા જે મુશ્કેલીથી મળે તેવું પામવું ગમે છે. અને આજ કારણે તે આવા અશક્ય વાતો પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.

પરણ્યા બાદ કોઇ પણ સ્ત્રીના શરીરમાં બદલાવ જોવા મળે છે. આ બદલાવના કારણે તે વધુ આકર્ષક લાગવા લાગે છે. ભલે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પાતળી છોકરીઓનો ક્રેઝ હોય પણ પુરુષોને કર્વી મહિલાઓ વધુ ગમે છે.

સામાન્ય રીતે પરણિત મહિલા તેના પતિ અને બાળકોનું પ્રેમથી જતન કરે છે. વળી તેની સ્ત્રીગત માટે નજાકતા તેને સંપૂર્ણ બનાવે છે. અને તેમની આ જ સંપૂર્ણતા તેમને વધુ આકર્ષક બનાવે છે.

You might also like