જાણો, કેમ કરવામાં આવે છે શિવની લિંગ રૂપી પૂજા..

શિવ શંભુ આદિ અને અંતના દેવતા છે, તેમનું કોઇ સ્વરૂપમ નથી અને  નથી કોઇ આકાર. આદિ અને અંત ન હોવાને કારણે લિંગને શિવનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. જ્યારે તેમના સાકાર રૂપને ભગવાન શંકર માનીને પૂજવામા આવે છે.

માત્ર શિવની જ નિરાકાર લિંગ રૂપે પૂજા કરવામાં આવે છે. લિંગ રૂપમાં સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે, કારણકે તે સમસ્ત જગતના મૂળ કારક ગણાય છે. માટે જ શિવ મૂર્તિ અને લિંગ બંને રીતે પૂજવામાં આવે છે. શિવનો અર્થ છે પરમ કલ્યાણ કારી અને લિગંનો અર્થ છે સૃજન શિવના વાસ્તવિક સ્વરૂપને અવગત થઇને જાગ્રત શિવલિંગનો અર્થ થાય છે પ્રમાણ.

વેદો અને વેદાન્તમાં લિંગ સૂક્ષ્મ શરીર માટે આવે છે. તે સૂક્ષ્મ શરીર 17 તત્વોનું બનેલું છે.  મન, બુદ્ધિ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ વાયુ. વાયુ પૂરાણ પ્રમાણે પ્રલયકાળમાં સમસ્ત સૃષ્ટિ જેમાં લીન થઇ જાય છે અને પુનઃ સૃષ્ટિકાળમાં જેનાથી પ્રકટ થાય છે તે લિંગ કહેવાય છે. તેથી જ સમગ્ર વિશ્વની સંપૂર્ણ ઉર્જા લિંગનું પ્રતિક છે.

એક પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથના સમયે દેવતાઓ અમૃતની ઇચ્છા વ્યક્ત કરતા હતા ત્યારે ભગવાન શિવે સૃષ્ટિને બચાવવા પોતાના કંઠમાં વિષ સમાવી લીધું હતું. ત્યારથી તે નિલકંઠ કહેવાય છે. સમુદ્ર મંથન સમયે વિષ ગ્રહણ કરવાને કારણે તેમના શરીરમાં ગરમાવો વધી ગયો. તેથી જ શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરાનો પ્રારંભ થયો હતો.

You might also like