દાહ સંસ્કારના બદલે જયલલિતાને દફનાવવા પાછળ આ હતુ કારણ

નવી દિલ્હી : આ સવાલ દરેક વ્યક્તિને સવાલ છે કે જયલલિતાનો દાહ સંસ્કાર કરવાનાં બદલે તેમને દફનાવવામાં શા માટે આવ્યા ? નિયમિત રીતે પ્રાર્થના કરનારા અને માથા પર આયંગર નમમ (ખાસ પ્રકારનો ચાંદલો) લગાવનાર જયલલિતાને દફનાવવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો ? જયલલિતા એક આયંગર બ્રાહ્મણ પરિવારમાં પેદા થયા હતા, જ્યાં દાહ સંસ્કારની જ પરંપરા છે.

જાતી – ધર્મથી પરે હતા અમ્મા
મળતી માહિતી અનુસાર જયલલિતના નજીકના લોકોનું માનવું છે કે અમ્મા કોઇ પણ જાતી અને ધર્મની ઉપર હતા. ધાર્મિક ઓળખથી પરેા હતા. જેના કારણે પેરિયાર, અન્ના દુરઇ અને એમજીઆર જેવા મોટા ભાગનાં દ્રવિડ નેતાઓની જેમ જ તેમના પાર્થિવ શરીરને પણ દફનાવવાનો નિર્ણય લેવાયો હતો.

નાસ્તિકતા દ્રવિડ આંદોલનની ઓળખ
મોટા દ્રવિડ નેતાઓને દફનાવવાનું એક કારણ એવું પણ છે કે તેઓ સ્પષ્ટ રીતે નાસ્તિક હતા. નાસ્તિકતા દ્રવિડ આંદોલનની એક ઓળખ હતી. જેમાં બ્રાહ્મણવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. દ્રવિડ નેતા સૈદ્ધાંતિક રીતે ઇશ્વર અને અન્ય પ્રતિકોમાં વિશ્વાસ નહી રાખવા. આ પ્રકારે દ્રવિડ આંદોલનનાં મોટા નેતાઓને દફનાવવાની પરંપરાને જયલલિતાએ આગળ વધારી હતી.

એક રીતે રાજકીય પણ
દફનાવવામાં આવ્યા બાદ નેતા પોતાના સમર્થકો વચ્ચે એક સ્મારક રીતે હંમેશા રહેશે. રાજકીય રીતે જયલલિતાની સમાધિ એક રાજનીતિક પ્રતિક બની જશે. તેમના જન્મદિવસ, પુણ્યતિથી અને પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે સમર્થક તેમના સમાધિ સ્થળ પર જશે. એવામાં તેમની છબી જોડાયેલી રહેતા રાજનીતિક ફાયદો પણ થશે.

શશિકલાએ આપ્યો સંદેશ
કોઇ સંબંધીના બદલે જયલલિતાના નજીકના મિત્ર શશિકલાએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. એવુ કરીને શશિકલાએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે જયલલિતાના રાજનીતિક વારસદાર છે. બ્રિટનમાં રહીને અભ્યાસ કરતી જયલલિતાની ભત્રીજી દીપાને પણ અપોલો હોસ્પિટલમાં જયલલિતા સાથે મુલાકાત કરવા દેવાઇ નહોતી.

You might also like