જાણો ISIS કેમ છે દુનિયાનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન

આઇએસઆઇએસે ગત વર્ષે એટલી તબાહી મચાવી છે, જે અલકાયદા બે દાયકામાં પણ કરી શક્યું નથી. પહેલાં ફ્રાંસ અને હવે બ્રસેલ્સમાં હુમલા કરી આઇએસઆઇએસે સ્પષ્ટ કરી દીધું કે તેના પર કાબૂ ન કરી શકાય. જાણો તે ખાસ કારણો જેનાથી સાબિત થાય છે કે આ દુનિયાનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે.

1.દુનિયાનું સૌથી અમીર આતંકવાદી સંગઠન
આઇએસઆઇએસની તાકાત પાછળ તેની સંપત્તિ છે. આઇએસઆઇએસ દુનિયાના સૌથી અમીર આતંકવાદી સંગઠન છે. જૂન 2014માં આ આતંકવાદી સંગઠનની પાસે બે અરબ અમેરિકન ડોલર ( લગભગ 12,634 કરોડ રૂપિયા) હતા. આઇએસઆઇએસ ઇરાકની બેંકોમાંથી લૂંટવામાં આવેલા ફંડને મિડલ ઇસ્ટના સ્ટોક માર્કેટ્સમાં ઈન્વેસ્ટ કરી રહ્યું છે. આના દ્વારા આંતકવાદી સંગઠનને દર મહિને 125 કરોડ રૂપિયાની કમાણી થઇ રહી છે. ઇરાક અને જોર્ડનની જ કેટલીક ફાઇનાશિયલ ઓથોરિટીઝ તેમાં તેની મદદ કરી રહી છે. બ્રિટનની પાર્લામેન્ટ્રી કમિટીના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે.

2. છોકરીઓની સંખ્યા
તાજેતરમાં જ ઇન્ડીયા ટુડે કોન્કવેલમાં કાઉન્ટર ટેરરિઝમ એક્સપર્ટ ડેનિયલ બેંજામિને જણાવ્યું હતું કે ISISમાં દુનિયાભરમાંથી 30 હજાર યુવાનોની ભરતી થઇ ચૂકી છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ આતંકવાદી સંગઠન સાથે 90થી વધુ દેશોના લોકો જોડાયેલા છે.

3. સીરિયા, ઇરાકમાં અડ્ડા
આ આતંકવાદી સંગઠને સીરિયા અને ઇરાકના મોટાભાગમાં કબજો કરી લીધો છે. જ્યાંથી તેને સરળતાથી ઓપરેટ કરી શકાય. આઇએસઆઇએસ માટે આ સેફ હેવેન છે. જ્યારે અલકાયદા, લશ્કર-એ-તોઇબા કે જૈશ-એ-મોહમંદ જેવા આતંકવાદી સંગઠનોને આ પ્રકારે સુરક્ષિત અને આટલા મોટા અડ્ડ ક્યાંય મળ્યા નથી.

4. રાસાયણિક હથિયાર
અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ કહી ચૂકી છે કે ઇસ્લામિક સ્ટેટ ઇરાક અને સીરિયામાં ફક્ત રાસાયણિક હથિયાર બનાવવામાં નથી આવતા પરંતુ તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. અમેરિકન સેનાઓને એક આતંકવાદી દ્વારા મળેલી માહિતી અનુસાર આ માર્ચમાં ઇસ્લામિક સ્ટેટના રાસાણિક હથિયાર સ્થળો પર પહેલીવાર હુમલા પણ કર્યા હતા.

5.ખૂંખાર બાળકોની ફૌજ
આતંકવાદીઓ ફૌજ બનાવવા માટે આઇએસઆઇએસ હવે અનાથ બાળકોનો સહારો લઇ રહ્યું છે. સંગઠને એક નવો પ્રોપેગેંડા વીડિયો જાહેર કર્યો છે. તેમાં આતંકવાદી અનાથ બાળકોની દેખભાળ કરતાં અને તેમને ટ્રેનિંગ આપતાં જોવા મળી રહ્યાં છે. જેહાદી જૂનિયર નામથી મશહૂર ચાર વર્ષના બાળકોને પણ જાસૂસીના આરોપમાં ચાર લોકોને બોમ્બથી ઉડાવી દીધા હતા. આ છોકરા આઇએસઆઇએસ માટે કામ કરે છે. આ પહેલાં પણ ઘણા બાળકો ISIS ફિદાયીન હુમલામાં સામેલ રહ્યાં છે.

You might also like