સોનમના લગ્ન પહેલા જ કરીનાએ બનાવી દૂરી, સામે આવ્યું ચોંકાવનારૂં કારણ

સોનમ કપૂરના લગ્નની તૈયારી 1 મેના રોજથી થઈ રહી છે, જ્યારે કપૂર પરિવારે સોનમના લગ્નની તારીખ જાહેર કરી હતી. સોમવારે 8 મેના રોજ સોનમ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે સાત ફેરા ફરશે. સોનમના લગ્નનો સૌપ્રથમ રસમ મહેંદી સેરેમેનીનો હશે. આ સ્થિતિમાં, સોનમના ચાહકોને જાણવામાં વધુ રસ છે કે સોનમ આ કાર્યક્રમમાં શું પહેરશે.

તો ચાલો તમને જાવીએ કે સોનમ આ ફંક્શનમાં શું પહેરશે. સોનમ તેના મહેંદીમાં સાદા સફેદ રંગના કાપડના લહેંગા-ચોલી પહેરવા જઈ રહી છે. જેના પર સુંદર ડિઝાઇન છાપવામાં આવી છે. આ લહેંગાનો દુપટ્ટો લીલા રંગનો છે.

તેના લગ્નના ડ્રેસ વિશે વાત કરતા સોનમ કપૂરે કહ્યું હતું કે, ‘હું કોઈ ભારે ડ્રેસ પહેરવા માંગતી નથી. મારી તેયારી એવી છે કે હું એક સુંદર ભારતીય પોશાક પહેરવા ઈચ્છુ છું જે દરેકને ગમે.’

એટલું જ નહીં, સોનમ તેના લગ્નમાં ફેશનેબલ ડિઝાઈનર અનામિક ખન્નાની ડિઝાઇન પહેરશે. અનામિકા સોનમના લગ્નના તમામ કપડાં તૈયાર કરી રહી છે. હવે આ જોવું ખુબ રસપ્રદ રહેશે કે સોનમ, જે તેના ફેશન સેંસ માટે જાણીતી છે, તે તેના લગ્નમાં કેવો લૂક પસંદ કરે છે.

સમગ્ર બૉલીવુડ સોનમ કપૂરના લગ્ન વિશે ઉત્સાહિત છે. મોટા હસ્તીઓ સોનમના સંગીત માટે કામ પણ કરી રહી છે.

તેમની વચ્ચે, કન્યાની શ્રેષ્ઠ મિત્ર કરિના કપૂર ક્યાંય જોવા મળી નથી રહી. તે સોનમના ઘરે પણ દેખાઈ નથી અને ન તો કોઇ સમાચાર આવ્યા છે કે તે રણવીર, અર્જુન, જેક્વેલિન સાથે સંગીતમાં પરફોર્મ કરશે. હવે એવું જાણવા મળ્યું છે કે કરીના કપૂર તેના મિત્ર સોનમ કપૂરની લગ્નની તૈયારીથી દૂર કેમ રહી છે.

વાસ્તવમાં, કરિના કપૂર આ દિવસો પતિ સૈફ અલી ખાન સાથે લંડનમાં છે. તે કોઈ પણ કાર્ય સાથે જોડાયેલો નથી કારણ કે તે કોટુંબિક રજા પર છે. મીડિયા અહેવાલો અનુસાર, બેબો સોનમ કપૂરના લગ્નના એક દિવસ પહેલાં ભારત પરત આવશે અને રિસેપ્શન અટેંડ કરશે.

You might also like