…તો આ કારણથી પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખાય છે

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ઘરની બહાર જતી વખતે પણ પાણીની બોટલ સાથે રાખીએ છીએ પરંતુ કેટલીક વખત આપણે બોટલ સાથે લેવાનું ભૂલી જઇએ છીએ. જેના કારણે બજારમાં મળતી પાણીની બોટલથી કામ ચલાઉ પડે છે. એને પીવાથી શરીરને ઘણા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

1. બોટલો પર એક્સપાયરી ડેટ
મિનરલ વોટર બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ પાણી માટે નહીં પરંતુ બોટલ માટે હોય છે. આ બોટલો પર એવું કેમિકલ લાગેલું હોય છે કે જે સાચું તાપમાન ન મળવાના કારણે પાણીમાં કેટલાક ઝેરી પદાર્થો છોડી દે છે. જેનાથી પાણી ખરાબ થઇ જાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે.

2. પાણીના સ્ટોરેજ પર નિર્ભર
ઘરમાં સ્ટોર કરેલા પાણીમાં એક-બે દિવસમાં જ બેક્ટેરિયા થવા લાગે છે. માર્કેટથી મળનારી મિનરલ બોટલો તો ઘણા દિવસો સુધી સ્ટોરમાં બંધ રહે છે, જેના કારણે એમાંથી ગંધ આવવા લાગે છે. દુકાનદારો આ જ દુકાનોને બજારમાં વેચી દે છે.

3. સ્વાસ્થ્ય માટે હાનિકારક
પ્લાસ્ટિકને બરોબર તાપમાન ન મળવા પર આ પાણી બિસફેનોલ-એ નામના કેમિકલ છોડે છે. જેનાથી સ્ત્રીને બાંઝપન, સ્તન અથવા બ્રેન કેન્સર જેવી બીમારીઓ થઇ શકે છે. આ ઉપરાંત આ પુરુષોમાં હૃદય રોગનું પણ કારણ બને છે એટલા માટે બોટલનું પાણી પીતા પહેલા તારીખ ચેક કરી લો.

4. દૂષિત પાણી
બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, માર્કેટમાંથી મળતું મિનરલ વોટર બોટલમાં પેક થનારું પાણી તળાવમાંથી લેવામાં આવે છે. એ પાણી મોટાભાગે દૂષિત હોય છે. એની સાચી ઓળખ માટે બોટલ પર બેસ્ટ બિફોર ડેટ લખવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like