વિષાદગ્રસ્ત રહેવાનું હૃદય માટે કેમ ખરાબ છે?

જીવનમાં કોઈ પણ પ્રકારનો શોક, દુઃખ કે વિષાદ થાય એવી ઘટનાઓ ઘટવાથી હૃદય નબ‍‍ળું પડે છે. આવું કેમ થાય છે? અમેરિકાના શિકાગોમાં આવેલી નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટી ફેઈન્બર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ વિષાદગ્રસ્ત હોય છે ત્યારે સૌથી પહેલી અસર ઊંઘ પર પડે છે.

અપૂરતી ઊંઘના કારણે લોહીમાં ઈન્ફલમેશન પેદા કરે એવાં કેમિકલ્સનું પ્રમાણ વધી જાય છે, જે રકતવાહિનીઓ પર અસર કરે છે. સાઈકોસોમેટિક મેડિસિન નામની જર્નલમાં આ અભ્યાસ છપાયો છે. અભ્યાસમાં પતિ કે પત્ની ગુમાવી ચૂકેલા અને શોકમાં ડૂબેલા લોકોની દૈનિક જીવનશૈલી અને લોહીની તપાસ કરવામાં આવી હતી.

જીવનસાથી ગુમાવવાના કારણે જે પાર્ટનર્સ તાણ, શોક, દુઃખ અને ગમગીનીમાં લાંબો સમય રહે છે તેમના હૃદયનું સ્વાસ્થ્ય ખોરવાય છે. ગમગીનીના કારણે હૃદયમાં લોહી લાવવા-લઈ જવાનું કામ કરતી રક્તવા‌િહનીઓમાં સોજો, કડકપણું આવવાની સંભાવના વધે છે.

You might also like