ભારતીય મહિલાઓને સુપરવુમન કેમ કહેવામાં આવે છે?

દિગ્દર્શક આર.બાલ્કીએ સ્ત્રીલિંગ અને પુલ્લિંગને સમજાવતી જરા હટકે ‘કી એન્ડ કા’ ફિલ્મ બનાવી હતી. મહિલા-પુરુષની સમાનતાને લઈને દુનિયાભરમાં અનેક કાર્યક્રમો યોજાય છે. નારીશક્તિએ દરેક ક્ષેત્રોમાં બુલંદ સફળતા મેળવી છે. બેંકિંગ વર્લ્ડમાં ખ્યાતનામ નૈના લાલ કિડવાઈએ તાજેતરમાં ‘૩૦ વુમન ઈન પાવર’ બુક લખી હતી. જેમાં તેમણે ભારતીય મહિલાઓનાં સબળાં પાસાંને ઉજાગર કર્યાં હતાં. ઈન્ડિયન વર્કિંગવુમન પાસે અનેક એવી વસ્તુઓ છે જે વેસ્ટર્ન વર્કિંગવુમન પાસે ભાગ્યે જ હોય છે.

તે કહે છે કે, “ભારતની મહિલાઓએ પરંપરાગત રીતે જે પુરુષોનાં વ્યવસાય ક્ષેત્રો કહેવાતાં હતાં એમાં સૌથી વધારે સફળતા મેળવી છે. જેમ કે, બેન્કિંગ, કન્સલ્ટિંગ અને ટેક્નોલોજી. ભારત અને પશ્ચિમની મહિલાઓની સરખામણી કરવામાં આવે તો ભારતીય મહિલાઓની કારકિર્દી વધારે અસાધારણ લાગે. ઘરકામથી લઈને ઓફિસની જવાબદારી સંભાળીને તે સુપર વુમન ઈન્ડિયા સાબિત થાય છે.

વેસ્ટર્ન કન્ટ્રીમાં મહિલાઓના ભાગે એટલી જવાબદારી હોતી નથી જેટલી ભારતીય મહિલાઓના માથા પર હોય છે. તેમાં પણ વર્કિંગ મધર્સનું કામ આઉટસ્ટેન્ડિંગ સાબિત થતું હોય છે. જો કે એક બાજુ તેમના પર જવાબદારી છે તો બીજી તરફ પરિવારની ભાવના છે, કુટુંબનો પ્રેમ છે. પતિનો સાથ છે અને નબળામાં નબળી ક્ષણમાં બેઠા થવાની આશા છે.

You might also like