… તો 2025 સુધી ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચશે?

શું 2025 સુધી ભારતની અર્થવ્યવ્સથા 5 ટ્રિલિયન ડૉલર એટલે કે 332 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે? ભારતની અર્થવ્યવસ્થા હાલ 2.6 ટ્રિલિયન ડૉલર (13 લાખ કરોડ રૂપિયા)ની છે. ગયા અઠવાડિયે દેશની આર્થિક બાબતોને લઇને સચિવ સુભાષચંદ્ર ગર્ગે વર્લ્ડ બેંકને કહ્યુ હતુ કે, 2025 સુધી ભારતની અર્થવ્યવસ્થાનું કદ બમણું થઇ જશે. શું આવું શક્ય થશે? આંકડા પર નજર કરીએ તો, દેશની અર્થવ્યવસ્થાની હાલની ગતિ મુજબ બિલકુલ સંભવ છે.

ભારતની અર્થવ્યવસ્થા 2007-2014ની વચ્ચે 1 ટ્રિલિયન ડૉલરથી વધીને 2 ટ્રિલિયન ડૉલર થઇ ગઇ છે. GDPની ગતિ જો આવનારા વર્ષોમાં યથાવત્ રહેશે તો ભારત 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી જલ્દીથી બની જશે. અત્યારે અર્થવ્યવસ્થાના કદના મામલે ભારતથી આગળ અમેરિકા અને ચીન જ છે. 2016-17માં ભારતની અર્થવ્યવસ્થા 337 અબજ ડૉલર્સ વધ્યા હતા.

જો આગામી 7 વર્ષમાં ભારત આટલી ઝડપથી આગળ વધશે તો આરામને 2025 સુધી પોતાનું લક્ષ્ય મેળવી શકશે. ફ્રાન્સ અને જર્મનીની આર્થિક ગતિને જોડીએ તો પણ ભારત કરતાં ઓછી છે. ભારતની ઇકૉનોમી 2016-2017માં જેટલી વધી છે, તે વિશ્વના 158 દેશોની કુલ GDPથી વધુ છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

અર્થવ્યવસ્થાના આકાર મામલે ભારત હજી ત્રીજા ક્રમે છે. 19.1 ટ્રિલિયન ડોલર સાથે અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બીજા ક્રમે ચીન છે, જેની અર્થવ્યવસ્થા 12 ટ્રિલિયન ડોલરની છે. ભારતની અર્થવ્યવસ્થા 2.6 ટ્રિલિયન ડોલર છે અને તે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો 2016 અને 2017 વચ્ચે કોઈ દેશની અર્થવ્યવસ્થા સૌથી વધુ વધી હોય તો તે ચીન છે. આ દરમિયાન ચીનની અર્થવ્યવસ્થામાં 793 અબજ ડોલર ઉમેરાયા હતા. આ જ સમયગાળામાં ભારતની અર્થવ્યવસ્થામાં 337 અબજ ડોલરનો વધારો થયો હતો.

You might also like