આજ કાલની છોકરીઓ Unmarried રહેવાનું વધુ પસંદ કરે છે, જાણો કેમ…

લગ્ન અને રિલેશનશિપની સાઇડ ઇફેક્ટ્સ જોઇને આજ કાલ છોકરીઓ અનમેરિડ રહેવાનું વધુ પસંદ કરતી હોય છે. જેઓનાં લગ્ન થઇ પણ ગયાં છે તે મહિલાઓ પણ એવું વિચારતી હોય છે કે કાશ તેઓ પોતે પણ અનમેરિડ હોત. આજે અમે આપને જણાવીશું કે આખરે કેમ આજકાલ છોકરીઓ લગ્નની જગ્યાએ અનમેરિડ રહેવાનું વધુ પસંદ કરતી હોય છે.

પોતાનાં કેરિયર માટે છોકરીઓ ભલે ચાહે ગમે તેટલી એજ્યુકેટેડ હોય પરંતુ લગ્ન બાદ તેઓનો અભ્યાસ જેમનો તેમ જ રહી જાય છે. ખરી રીતે તેઓ ઘર અને ઓફિસ એમ બંને એક સાથે મેનેજ કરી લે છે પરંતુ બંને એકસાથે સંભાળ્યા બાદ પણ હસબન્ડ અને પરિવારવાળા ક્યારેય ખુશ નહીં હોય.

દરેક વાત પર રોક-ટોક આજનાં સમયમાં દરેક છોકરી પોતાની જિંદગી પોતાની ઇચ્છા મુજબ જ જીવવાનું વધુ પસંદ કરે છે. તેઓને એવું બિલકુલ પસંદ નથી હોતું કે કોઇ પણ કોઇ પણ વાતને લઇને તેઓને વારંવાર ટોક્યાં કરે. આ વર્તનને લઇ મોટી ઉંમરની છોકરીઓ અનમેરિડ રહેવાનું વધુ પસંદ કરે છે.

You might also like