જાણો..ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે

ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે. સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત ૧૦ દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે ૧૦ દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઇ જઈને ઠંડા કર્યા હતા.

તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.

તેથી તેમને લીલા અને ઘૂમ્રવર્ણ રંગ વધુ પ્રિય છે. દૂર્વા, શમી પત્ર, આમલી, કેળ અને દૂધી તેમની પ્રિય વસ્તુ છે. તેથી ગણપતિ જીના મુજબ આ વસ્તુઓને અર્પણ કરવી જોઈએ. ચતુર્થી અને ચતુર્દર્શી ગણેશજીની પ્રિય તિથિ છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે.

ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે. લાલ રંગના ગુડહલના ફુલ (ચાઈના રોઝ) ગણેશજીને પ્રિય છે. તેમનું મુખ્ય અસ્ત્ર પાશ અને અંકુશ છે.

વિસર્જન પૂજા – અનંત ચતુર્દશીના પર્વ પર દસ દિવસીય ગણેશોત્સવનું સમાપન થશે. સાર્વજનિક સ્થાનો અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થશે. શાસ્ત્રો મુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણેશજીની મૂર્તિયો જે સ્થાપિત કરવામાં આવે છે તેમનું વિસર્જન કરવું અનિવાર્ય છે.

તેથી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન જળમાં જ થવું જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળનાં થોડાંક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો. વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજા કરો.

વિસર્જન પૂર્વ પૂજન વિધિ – વિસર્જન પહેલાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિની વિધિવત ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાડુ મૂર્તિ પાસે ચઢાવો અને 5 બ્રાહ્મણને પ્રદાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. ત્યારબાદ ગણેશજીને ૨૧ દૂર્વા ચઢાવો.•

ૐ વં વક્રતુંડાય નમો નમ:
ત્યારબાદ ગણપતિજીની કેસરિયા ચંદન, ચોખા, દૂર્વા અર્પિત કરી કપૂર સળગાવીને તેમની પૂજા અને આરતી કરો અને મૂર્તિનું આ મંત્ર સાથે વિસર્જન કરી દો. હવે આ પવિત્ર પાણીને ઝાડ પર ચઢાવી દો. આવું કરવાથી ગણપતિજીની કૃપા સદૈવ તમારા પર બની રહેશે.

You might also like