બ્રિટેનના પૂર્વ પીએમ કેમરૂને કેમ બનાવી સચિનની અપહરણની યોજના

નવી દિલ્હી : બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરૂને એક કાર્યક્રમમાં હળવીશેલીમાં મજાકીય અંદાજમાં ભારતમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનને જોતા કહ્યું હતું કે ઇંગ્લેન્ડના ખેલાડીઓની ટ્રેનિગને ધ્યાનમાં રાખતા સચિન તેંડૂલકરનું ‘અપહરણ’ કરી લેવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં 2-0થી પાછળ ચાલી રહી છે. રાજકોટમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી જયારે બે ટેસ્ટમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો.

બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન કેમરુને એક કાર્યક્રમમાં મજાક કરતાં કહ્યું કે આ કાર્યક્રમમાં સચિન તેંડૂલકર આવનાર છે. હાલમાં ભારતમાં ચાલી રહેલી ભારત-ઇંગ્લેન્ડની શ્રેણીમાં ઇંગ્લેન્ડના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ટીમને ટ્રેનિંગ આપવા માટે તેંડૂલકરનું અપહરણ કરી લેવું જોઇએ. ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટમાંથી બેમાં જીત મેળવી લીધી છે.
http://sambhaavnews.com/

You might also like