શું તમે જાણો છો પગની આંગળીમાં બિછિયાં પહેરવાથી થાય છે આ ફાયદો?

ભારતીય મહિલાઓ સોળસાજ સજવા માટે જાણીતી છે. માથા પર ચાંદલાથી લઇને પગની આગળીમાં બિછિયા પહેરવા સુધી તેઓ પોતાને સજાવે છે. જોકે પરંપરા સાથે જોડાયેલા આ શ્રૃગાંરનું કનેક્શન વિજ્ઞાન સાથે પણ છે. જે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે.  ભારતમાં મહિલાઓ લગ્ન પછી પગની આગળીઓમાં બિચિયા પહેરે છે. કેટલાક લોકો તેને લગ્નનું પ્રતિક અને પરંપરા માને છે. જો કે તેની સાથે એક વૈજ્ઞાનિક તથ્ય પણ જોડાયેલું છે. પગની આંગળીઓમાં પહેરાતી બિચિયાનો સંબંધ ગર્ભાશય સાથે છે.

શાસ્ત્રોમાં લખ્યું છે કે બંને પગમાં ચાંદીની બિચિયા પહેરવાથી મહિલાઓને માસિક ચક્ર નિયમિત થાય છે. તેનાથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં સરળતા પણ રહે છે. ચાંદી વિદ્યુતનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઘરતી પાસેથી પ્રાપ્ત થતી ઉર્જા તે પોતાની અંદર ખેંચી લે છે અને શરીર સુધી પહોંચાડે છે. જેનાથી મહિલાઓ સ્ફૂર્તિ અનુભવે છે.

એવી જ રીતે સાયન્સમાં એવું જણાવ્યું છે કે પગમાં અંગૂઠાની બાજુની આંગળીમાં એક ખાસ પ્રકારની નસ હોય છે. જે ગર્ભાશય સાથે જોડાયેલી છે. તે ગર્ભાશયને નિયંત્રિત કરે છે અને રક્તચાપને સંતુલિત કરી સ્વસ્થ રાખે છે. બિછિયાના દબાણથી રક્તચાપ નિયમિત અને નિયંત્રિત રહે છે અને ગર્ભાશય સુધી યોગ્ય માત્રામાં જાય છે. આ બિછિયા પોતાના પ્રભાવથી મહિલાઓમાં તણાવ ઓછો કરે છે. જેનાથી તેમનું માસિક ચક્ર નિયમિત આવે છે. તેનો બીજો ફાયદો એ છે કે બિછિયા મહિલાઓના પ્રજનન અંગને પણ સ્વસ્થ રાખે છે. બિછિયા મહિલાઓને ગર્ભધારણ કરવામાં પણ ઉપયોગી છે.

You might also like