મહિલાઓની ઉંમર પુરુષો કરતાં વધારે કેમ?

સામાન્ય રીતે પુરુશઓ કરતાં મહિલઓ વધુ જીવતી હોય છે. મહિલાઓની સરેરાશ ઉંમર પુરુષો કરતાં વધારે કેમ હોય છે? વૈજ્ઞાનિકો હજુ આ બાબતે કોઇ જોરદાર કારણ શોધી શક્યા નથી. જો કે આ પાછળ નવા નવા સંશોધન કરવામાં આવ્યા હતાં પરંતુ જોઇએ એવા કોઇ કારણો મળ્યા નથી. જો કે એક નવા સંશોધનમાં એવું જણાવવામાં આવ્યું છે કે એના ઘણા કારણો છે, જેમાં હોર્મોનથી લઇને સિસ્ટમમાં તફાવત જોવા મળે છે. આ સંશોધન એક પત્રિકામાં છાપવામાં આવ્યું છે. સંશોધનકર્તાઓએ મહિલાઓના વધારે ઉંમર સુધી જીવવાના કારણોની શોધ કરી.

સંશોધનકર્તાએ જણાવ્યું કે મનુષ્ય માત્ર એવી જાતી છે, જેમાં સેક્સનું જીવન વધુ હોય છે. હકીકતમાં લાંબા જીવનકાળનું એક મહત્વનું કારણ સેક્સનું અંતર હોઇ શકે છે.

જો કે કેટલીક અ્ય જાતિઓ દેમ કે ગોલ કૃમિ અને ફ્રૂટફ્લાઇ એવા કેટલાક સસ્તન પ્રાણીઓમાં નર અને માદાના જીવનકાળમાં અંતર જોવા મળે છે. પરંતુ એ લોકામાં અલગ અલગ સંશોધનમાં અલગ અલગ આહાર અને અલગ અલગ પર્યાવરણમાં કોઇક વખત નરનું જીવનકાળ વધારે જોવા મળ્યું છે તો કોઇક દિવસ માદામાં જીવનકાળ વધારે જોવા મળ્યું છે.

મનષ્યોમાં જો કે આ સાર્વત્રિક છે કે મહિલાઓની ઉંમર પુરુષો કરતાં વધારે હોય છે. આ અંતર હોર્મોનના કારણે થઇ શકે છે. સાથે જીવનકાળ શરીરની સિસ્ટમ પર પણ નિર્ભર કરે છે જે મહિલાઓમાં વધારે હોય છે. સંશોધનકર્તા ,સ્ટીવન અસ્ટાડ અને કેથલીન ફિશરનું કહેવું છે કે, ” અમે 38 દેશોમાં આ સંશોધન કર્યું, જેમાં જાણવા મળ્યું કે જન્મ સમયે જ મહિલાઓની ઉંમર લાંબી હોવાની સંભાવના પુરુષોથી વધારે હોય છે.”

Visit: http://sambhaavnews.com/

You might also like